Site icon Revoi.in

17 ઓગસ્ટે ભૂટાનની મુલાકાતે જશે પીએમ નરેન્દ્ર મોદી

Social Share

ભારતની નેબરહુડ ફર્સ્ટની નીતિ પર કામ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17થી 18 ઓગસ્ટ સુધી ભૂટાનની બે દિવસીય મુલાકાતે જશે. જો કે તેની હજી ઔપચારીક ઘોષણા કરવામાં આવી નથી. ભૂટાનના એક સ્થાનિક અખબાર કુએન્સલમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે, શુક્રવારે ભૂટાનના વડાપ્રધાન લોટે ત્સેરિંગે મીટ ધ પ્રેસની એક ઈવેન્ટમાં આની જાણકારી આપી હતી.

લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન ગયા નથી. ડોકલામમાં ચીન અને ભારત વચ્ચે કડવાશ બાદથી ભારતના વડાપ્રધાન ભૂટાનની મુલાકાતે ગયા નથી. માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસ દરમિયાન એમઓયૂ પર હસ્તાક્ષર પણ કરશે.

2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદી સૌથી પહેલા વિદેશ પ્રવાસમાં ભૂટાનની મુલાકાતે ગયા હતા. તો ભૂટાનના વડાપ્રધાન ત્સરિંગે પણ નવેમ્બર-2018માં સરકાર બન્યા બાદ પોતાનો પહેલો વિદેશ પ્રવાસ ભારતનો કર્યો હતો. તેમમે મે માસમાં વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારંભમાં પણ ભાગ લીધો હતો.

ભૂટાનના પીએમ ત્સરિંગે જણાવ્યુ છે કે અત્યાર સુધી બંને દેશો વચ્ચે શરૂઆત તો થઈ નથી, પરંતુ ચારથી પાંચ એમઓયુ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. આ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ પણ થશે. આ વિવરણો પર કામ કરી રહ્યા છીએ, પરંતુ આ બદલાતું રહે છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકર પોતાના મંત્રાલયનો પ્રભાર સંભાળ્યા બાદ પોતાની પહેલી વિદેશ યાત્રા પર હિમાલયી દેશ ભૂટાનના પ્રવાસે ગયા તા. જયશંકરે પોતાની બે દિવસીય ભૂટાન મુલાકાતમાં વડાપ્રધાન લોતાય ત્સેરિંગ સહીત ટોચના ભૂટાની નેતૃત્વની મુલાકાત કરી હતી.

તે વખતે જળ વિદ્યુત ક્ષેત્રમાં સહયોગ પર ભાર મૂકવાની સાથે જ દ્વિપક્ષીય સંબંધોને વધારવાની રીતરસમો પર પણ ચર્ચા કરી હતી. ભારત ભૂટાનના જળ વિદ્યુતના મુખ્ય ખરીદદારોમાંથી એક છે.