PM નરેન્દ્ર મોદી 11મી માર્ચે ગુજરાતની મલાકાતે,ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમૂહુર્ત કરશે
અમદાવાદઃ ગુજરાતમાં આગામી 10મી માર્ચથી ડિફેન્સ એકસ્પોનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે 12મી માર્ચે વડાપ્રધાનના હસ્તે ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી શક્યતા છે. કહેવાય છે કે, 12 માર્ચે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે નવા પ્રોજેક્ટ મામલે ચર્ચા પણ કરશે. રિડેવલપમેન્ટ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી સરકાર વિચારી રહી હતી. પરંતુ આશ્રમમાં વસવાટ કરતા 200 જેટલા પરિવારોએ વિરોધ નોંધાવતા કામ અટક્યું હતું. જોકે, સરકાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ કેટલાક પરિવારોને 90 લાખ, કેટલાક પરિવારોને 60 લાખ રૂપિયા અને અંદાજે 50 જેટલા પરિવારોને મકાનની ફાળવણી કરાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ એકસ્પોમાં ભાગ લેવા માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 11મી માર્ચે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. 10થી 14 માર્ચ સુધી ખૂબ જ મહત્વની ગણાતી ડિફેન્સની ઇવેન્ટ ગાંધીનગરમાં યોજાવા જઇ રહી છે. 11મી માર્ચે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેમના ગુજરાત પ્રવાસને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રવાસને પગલે સરકાર ઉપરાંત ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. 10થી 14 માર્ચ સુધી ગાંધીનગર યોજાનારા ડિફેન્સ એક્સ્પોમાં દેશ વિદેશના સરંક્ષણ પ્રધાન સહિતના મહાનુભાવો ઉપરાંત શસ્ત્ર ઉત્પાદકો હાજર રહેવાના છે. ગુજરાતમાં PM બે દિવસ રોકાણ કરી શકે છે. આ દરમિયાન તેઓ ભારત-પાકિસ્તાન સરહદે નિર્માણ પામેલા નડાબેડ પ્રવાસન સ્થળની પણ મુલાકાત લઈ શકે છે.
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પહેલા 10થી 14 માર્ચે ત્રણ દિવસ ડિફેન્સ એકસ્પો યોજાશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વર્ષ 2021માં કેવડિયા કોલોની ખાતે આ મામલે એક બેઠક યોજાઇ હતી. જેમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં MOU પણ થયા હતા. આ બેઠકમાં ‘સર પ્રોજેક્ટ’ અને ડિફેન્સને લગતા પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી અને MOU કરવામાં આવ્યા હતા.