Site icon Revoi.in

પીએમ નરેન્દ્ર મોદી આજે SCO સમિટને સંબોધિત કરશે,અફઘાનિસ્તાન સંકટ પર થશે વાત

Social Share

દિલ્હી:ભારત આજે શંઘાઇ સહયોગ સંગઠનની 21 મી બેઠકમાં ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં આયોજિત શંઘાઇ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠકને ડિજિટલ રીતે સંબોધિત કરશે.આ બેઠકમાં અફઘાનિસ્તાન સંકટ, પ્રાદેશિક સુરક્ષા, સહકાર અને જોડાણ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

એસસીઓ બેઠકમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર પહેલેથી જ દુશાંબેમાં હાજર છે. તે સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ બેઠક બાદ એક સંપર્ક સભા થશે. આ દરમિયાન અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા થશે.આ સિવાય પ્રાદેશિક સુરક્ષા, સહકાર અને જોડાણ સહિત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.

અગાઉ, વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે,SCO કાઉન્સિલના સભ્ય દેશોના વડાઓની 21 મી બેઠક શુક્રવારે દુશાંબેમાં હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાઇ રહી છે, જેની અધ્યક્ષતા તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમાન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે અને વિડીયો લિંક દ્વારા સમિટના સમગ્ર સત્રને સંબોધિત કરશે અને ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર દુશાંબેમાં કરશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, SCO સમિટમાં સભ્ય દેશોના નેતાઓ ઉપરાંત નિરીક્ષક દેશો, સંસ્થાના મહાસચિવ, SCO પ્રાદેશિક કાઉન્ટર-ટેરરિઝમ ફ્રેમવર્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ અને અન્ય આમંત્રિત મહેમાનો સામેલ થશે.