Site icon Revoi.in

PM નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે જવાનો સાથે મનાવશે દિવાળી

Social Share

દિલ્હી:PM નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે જવાનો સાથે દિવાળી મનાવશે.વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છેલ્લા 8 વર્ષથી સૈનિકોની વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે.મળતી માહિતી મુજબ, વડાપ્રધાન 21 ઓક્ટોબરે કેદારનાથ જશે.જ્યાં તેઓ કેદારનાથમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે.બાબા કેદારના દર્શન કર્યા બાદ વડાપ્રધાન તે જ દિવસે બદ્રીનાથ જશે.

દિવાળી પહેલા 21 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બદ્રીનાથ અને કેદારનાથની મુલાકાતે આવે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે અધિકારીઓએ વડાપ્રધાનની હિમાલયના મંદિરોની સૂચિત મુલાકાત અંગે મૌન સેવ્યું છે, સૂત્રોએ જણાવ્યું હતું કે,મોદી મંદિરમાં પ્રાર્થના કરશે અને ત્યાં ચાલી રહેલા પુનર્નિર્માણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.સૂત્રોએ જણાવ્યું કે,વડાપ્રધાન પહેલા કેદારનાથમાં પૂજા કરશે અને ત્યાં ચાલી રહેલા કામની સમીક્ષા કરશે.તેમણે કહ્યું કે આ પછી તેઓ બદ્રીનાથ મંદિરની મુલાકાત લેશે અને બદ્રીનાથ માસ્ટર પ્લાન હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.

સૂત્રોએ જણાવ્યું કે,મોદી સંભવતઃ સરહદી ગામ માનાની પણ મુલાકાત લેશે અને ગ્રામજનો અને જવાનો સાથે વાતચીત કરશે.તેમણે કહ્યું કે,મોદીની પ્રસ્તાવિત મુલાકાતની તૈયારી લગભગ એક અઠવાડિયાથી ચાલી રહી છે.