ચંડીગઢ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પંજાબના પ્રવાસે જશે.મળતી માહિતી મુજબ, 24 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોહાલીના મુલ્લાનપુરમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.તેઓ કેન્સરના દર્દીઓને સસ્તી સારવાર આપવા માટે ટાટા મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.આ હોસ્પિટલ હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ સર્ચ સેન્ટરના નામ પર બનાવવામાં આવી છે.દર્દીઓને હોસ્પિટલમાં ઉચ્ચ ધોરણની સારવાર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન પી.એમ. મોદી પંજાબ આવ્યા હતા. આ દરમિયાન તેની સુરક્ષામાં ખામી સર્જાઈ હતી. તેમનો કાફલો ફિરોઝપુર જતા ફ્લાયઓવર પર લગભગ 20 મિનિટ માટે રોકાયો હતો. આ પછી તે ફિરોઝપુર ગયા વગર પરત ફર્યા હતા.
હવે આમ આદમી પાર્ટીના કાર્યકાળ દરમિયાન પી.એમ. મોદી પહેલીવાર પંજાબની મુલાકાતે જઈ રહ્યા છે, આ અંગે માન સરકારે પીએમ મોદીની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવું પડશે.