Site icon Revoi.in

PM નરેન્દ્ર મોદી 14 એપ્રિલે આસામની મુલાકાત લેશે,ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં થશે સામેલ

Social Share

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 દિવસ માટે આસામના પ્રવાસે જશે. 14  એપ્રિલના પીએમ નરેન્દ્ર મોદી 1 દિવસ માટે આસામના પ્રવાસે હશે. આ દરમિયાન પીએમ એઈમ્સ ગુવાહાટીનું નિરીક્ષણ કરશે અને ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

મળતી માહિતી મુજબ, PM મોદી 14 એપ્રિલે બપોરે 12 વાગ્યે AIIMS ગુવાહાટી પહોંચશે, જ્યાં PM એઈમ્સ ફૂટબોલ ફિલ્ડ પર AIIMS ગુવાહાટીનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ આ મેદાન પર જાહેર કાર્યક્રમ યોજાશે. તે પછી પીએમ મોદી બપોરે 2 વાગ્યે શ્રીમંત સાંકરદેવ કલાક્ષેત્ર ગુવાહાટી ખાતે ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે ગુવાહાટીના સરુસાજય સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં ગુવાહાટીની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. આ સાથે પીએમ બિહુના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

આ પહેલા પીએમ મોદી 8 થી 9 એપ્રિલ દરમિયાન ચૂંટણી રાજ્ય કર્ણાટક સહિત દક્ષિણ ભારતના ત્રણ મોટા રાજ્યોની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ તેલંગાણામાં રૂ. 11,300 કરોડના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, તમિલનાડુમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને કર્ણાટકમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી દ્વારા અવારનવાર અનેક રાજ્યોના પ્રવાસ રહેતા હોય છે, જ્યાં તેઓ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતા હોય છે.