- પીએમ મોદી એ યોગી સરકારના કર્યા વખાણ
- કહ્યું ‘રાજ્યમાં કાયદાઓનું ખરા અર્થમાં પાલન થાય છે’
લખનૌ-દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુરુવારે 8 મહિનાના લાંબા ગાળા બાદ પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાત લઈ રહ્યા છે. વારાણસી ખાતે તેમણે અનેક મહત્વની યોજનાઓનું લોકાર્પણ કર્યું છે, આ સાથે જ તેમના સંબોધનમાં તેમણે રાજ્ય સરકારની સરહાના પણ કરી છે.
પીએમ મોદી જ્યારે અંહીના સ્થાનિક લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ઉત્તરપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ભરપેટ વખાણ કર્યા હતા.વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, યુપીમાં કાયદાનું રાજ છે, સીએમ યોગી ખૂબ જ આ માટે મહેનત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,વર્ષ 2017 પહેલા પણ રાજધાની દિલ્હીમાંથી યુપીના વિકાસ માટે પૈસા મોકલવામાં આવતા હતા, જો કે ત્યારે લખનૌમાં તેમાં રજ લાગી જતી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, આજે ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે કે જેમાં આખા દેશમાં સૌથી વધુ કોરોનાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આજે ઉત્તર પ્રદેશ એ એક એવું રાજ્ય છે કે જેમાં સમગ્ર દેશમાં સૌથી વધુ રસીકરણ પણ થઈ રહ્યું છે. યુપીમાં સ્વચ્છતા અને આરોગ્યને લગતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે. યુપીમાં આજે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળી રહ્યો છે, પછી ભલે તે ગામડા, મેડિકલ કોલેજો, એઈમ્સના આરોગ્ય કેમ ન હોય.
પીએમ મોદીએ કહ્યું કે, આજે યોગીજી સખ્ત મહેનત કરી રહ્યા છે. ખુદ સીએમ યોગી અહીં આવીને વિકાસ કાર્યો જુએ છે. સીએમ યોગી દરેક જિલ્લાઓમાં જાય છે અને અલગ-અલગ કામો પર નજર રાખે છે. આ કારણે યુપીમાં બદલાવ થઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, માફિયા રાજ અને આતંકવાદ પર કાયદાથી નિયંત્રણ આવી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે હાલમાં યુપીમાં 550 જેટલા ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આજે બનારસમાં અહીં 14 ઓક્સિજન પ્લાન્ટ પણ અર્પણ કરવામાં આવ્યા છે. આજે કાશી શહેર પૂર્વાંચલનું મોટું મેડિકલ હબ બની રહ્યું છે. એકવાર દિલ્હી અને મુંબઇ રોગોની સારવાર માટે વજુ પડતું હતું, આજે તેમની સારવાર કાશીમાં પણ ઉપલબ્ધ છે.
પીએમ મોદીએ કહ્યું કે ગંગા ઘાટ અને કાશી વિશ્વનાથ મંદિરમાં આરતીનું પ્રસારણ મોટા પડદા દ્વારા શહેરભરમાં શક્ય બનશે. ઉત્તરપ્રદેશ દેશના અગ્રણી રોકાણ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. થોડા વર્ષો પહેલા, યુપી, જેમાં ધંધો કરવાનું મુશ્કેલ માનવામાં આવતું હતું, આજે યુપી મેક ઈન ઈન્ડિયા માટે પસંદનું સ્થાન બની રહ્યું છે.આ રીતે પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના વિકતાસ કાર્યો ગણાવતા રાજ્ય સરકારના કાર્યોની ખૂબ સરહાના કરી હતી.