Site icon Revoi.in

વડાપ્રધાનએ તબીબી અભ્યાસક્રમોમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી

Social Share

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ શૈક્ષણિક વર્ષથી મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27% તથા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના સિમાચિહ્નરૂપ નિર્ણયની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાનએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું;“અમારી સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષથી મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27% તથા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના સિમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી દર વર્ષે આપણા હજારો યુવાનોને વધુ ઉત્તમ તકો પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને તેનાથી આપણા દેશના સામાજિક ન્યાયનું નવું ઉદાહરણ બનશે.”

જાણવા જેવી વાત એ છે કે કોરોનાકાળમાં ડોક્ટરોનું મહત્વ દેશની સરકારને તથા દેશવાસીઓને પણ સમજાયું હતું.દેશમાં મોટી સંખ્યામાં ડોક્ટરોએ કોવિડ સેન્ટરમાં સારવાર આપી છે અને લાખોની સંખ્યામાં લોકોના જીવને બચાવ્યા છે. કોરોનાકાળમાં ડોક્ટરોનું યોગદાન અમૂલ્ય અને અનમોલ રહ્યું છે જેને કદાચ દેશ ક્યારે ભૂલી શકશે નહી. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતા કરતા કેટલાક ડોક્ટરોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે પણ તેઓ પોતાની ફરજથી ક્યારેય પાછળ પડ્યા નથી.

જે દેશની સરહદ પર સૈનિક ક્યારેક પાછળ પગ મુકતો નથી તે રીતે દેશ આવેલી કુદરતી આફતમાં ડોક્ટરોએ પણ ખુબ મહત્વની ભૂમિકા નિભાવી છે. આગામી સમયમાં ડોક્ટરોની સંખ્યા વધતા દેશમાં તમામ ખુણે તમામ પ્રકારની સારવાર પહોંચશે અને મેડિકલ ક્ષેત્રે પણ દેશને તથા દેશવાસીઓને ફાયદો થશે.