Site icon Revoi.in

બ્રિટનની સ્વતંત્રતા અને મૂલ્યોમાં વૃદ્ધિ કરવા PM ઋષિ સુનકે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હીઃ બ્રિટનની સ્વતંત્રતા અને મૂલ્યોમાં વૃદ્ધિ કરવા અંગે પીએમ ઋષિ સુનકે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી બ્રિટનના પીએમએ ચીન સાથે અલગ પ્રકારે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઋષિ સુનકે જણાવ્યું કે, ભારત-પ્રશાંત 2050 સુધી વિકાસમાં અડધાથી વધુ યોગદાન આપશે.

બ્રિટનના PM ઋષિ સુનકે મુક્ત વેપાર સમજૂતી (FTA)માં પોતાના દેશની વચનબદ્ધતા દર્શાવી છે. જેમાં ભારત-પ્રશાંત ક્ષેત્ર સાથે સંબંધમાં વૃદ્ધિ કરવા અંગે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારત શામેલ થશે. ઋષિ સુનકે લોર્ડ મેયર ઓફ લંડન બેંક્વેટમાં બ્રિટનની વિદેશ નીતિ અંગે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે બ્રિટનની સ્વતંત્રતા અને મૂલ્યોમાં વૃદ્ધિ કરવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બ્રિટનના પીએમએ ચીન સાથે અલગ પ્રકારે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ચીન બ્રિટનના મૂલ્યો અને હિતો સમક્ષ એક પડકાર છે. ઋષિ સુનકે જણાવ્યું કે, ભારત-પ્રશાંત 2050 સુધી વિકાસમાં અડધાથી વધુ યોગદાન આપશે. ભારત-પ્રશાંતના અનુકૂળ બાબતો પર વિચાર કરતા બ્રિટન ટ્રાંસ પેસિફિક વેપાર સમજૂતી, CPTPEમાં શામેલ થઈ રહ્યું છે અને ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી કરી રહ્યું છે. ઉપરાંત ઈન્ડોનેશિયા સાથે આ પ્રકારની સમજૂતી અંગે વિચારણા કરી રહ્યું છે.