ભુજ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપ પછી ઉદ્યોગો, કૃષિ, પર્યટન વગેરેના વિકાસશીલ હબ બનવા માટે કચ્છ, ગુજરાતના ઉદય પર આધારિત વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મોદી સ્ટોરી ટ્વીટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે જેમાં લોકોએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નોંધપાત્ર કામ વિશે વાત કરી છે. ભૂકંપ બાદ કચ્છના નવનિર્માણ માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીના નેતૃત્વની લોકોએ પ્રશંસા કરી છે.
વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;”2001ના ધરતીકંપ પછી, કેટલાક લોકોએ કચ્છ માટે લખી નાખ્યું હતું. તેઓએ કહ્યું હતું કે કચ્છ ક્યારેય બેઠું થશે નહીં પરંતુ આ સંશયકારો કચ્છની ભાવનાને ઓછી આંકે છે.
After the 2001 Earthquake, some people had written off Kutch. They said Kutch could never rise but these sceptics underestimated the spirit of Kutch.
In no time, Kutch rose and it became one of the fastest growing districts. https://t.co/NVQNnNaoW8
— Narendra Modi (@narendramodi) August 28, 2022
થોડા જ સમયમાં, કચ્છનો ઉદય થયો અને તે સૌથી ઝડપથી વિકસતા જિલ્લાઓમાંનો એક બની ગયો.”ભૂકંપ અને અછત જેવી કુદરતી આફતોની થાપટો ખાઈને પણ દરેક વખતે ફિનીક્સ પક્ષીની માફક રાખમાંથી બેઠાં થતાં કચ્છની જાહોજલાલી જાણે કે ઈશ્વરને જ મંજૂર ન હોય તેમ સૈકાઓાથી આ પ્રદેશ પ્રકોપનો ભોગ બની રહ્યો છે. વર્ષ ર૦૦૧ના ભૂકંપને યાદ કરતા જ આજે પણ બાધાના શરીરમાંથી ભયનંસ લખલખુ પસાર થઈ જાય છે, પણ બરાબર બે સદી પહેલા આજના દિવસે પૃથ્વી પરના સૌથી ભયાનક ભૂકંપો પૈકીના એક ધરતીકંપે કચ્છની ધરતીને ધમરોળી હતી. ૧૬ જૂન, ૧૮૧૯ના રોજ આવેલા ધરતીકંપ અને ત્યાર બાદ સુનામી જેવી સિૃથતિના કારણે કચ્છમાં જળ ત્યાં સૃથળ અને સૃથળ ત્યાં જળની સિૃથતિ સર્જાઈ છે. કદાચ ત્યારાથી જ કચ્છના નસીબનું પાંદડુ પલટાયું હોય તેમ બાધો જ વૈભવ છીનવાઈ ગયો છે.