PM મોદી કાલે રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિનું કરશે ઉદ્ઘાટન -ઈટાલીના વડાપ્રધાન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ રહેશે
- પીએમ કાલે રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિનું કરશે ઉદ્ઘાટન
- ઈટાલીના વડાપ્રધાન ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ રહેશે
દિલ્હી- આવતીકાલે 7 માર્ચે પીએમ મોદી રાયસીના ડાયલોગની 8મી આવૃત્તિનું ઉદ્ધાટન કરશે, જે આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થનાર છે અને 4 માર્ચ સુધી ચાલશે . ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મિલોની મુખ્ય અતિથિ તરીકે ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપશે.
રાયસીના ડાયલોગ એ ભારતનો ભૌગોલિક રાજનીતિ અને ભૂ-વ્યૂહાત્મક વિષયો પર સંવાદનો મુખ્ય કાર્યક્રમ છે. તે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષોમાં રાયસીના ડાયલોગનો પ્રભાવ વધ્યો છે અને તેણે આંતરરાષ્ટ્રીય બાબતો પર પ્રીમિયર વૈશ્વિક પરિષદ તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે.
જો આ વર્ષના કાર્યક્રમની થીમની વાત જો કરવામાં આવે તો આ વર્ષની રાયસીના ડાયલોગની થીમ છે ઉશ્કેરણી, અનિશ્ચિતતા, ઉકસાવાસ ,સંકટના તુફાનમાં પ્વોરગટતો દિવો છે આ રાયસીના ડાયલોગ 2023માં સોથી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.
આ કાર્યક્રમમાં, ઘણા પ્રતિનિધિઓ મંત્રાલયો, ઉદ્યોગ, ટેકનોલોજી ક્ષેત્ર, વ્યૂહાત્મક નિપુણતા સાથે સંકળાયેલા હશે. આ વર્ષનો સંવાદ એ અર્થમાં મહત્વ ધરાવે છે કે તે G-20 ના ભારતના અધ્યક્ષપદની પૃષ્ઠભૂમિ સામે યોજાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 માં શરૂ થયેલ, રાયસીના ડાયલોગ વિચાર અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. તે માત્ર ભારતની મુત્સદ્દીગીરી જ નહીં પરંતુ વૈશ્વિક મુત્સદ્દીગીરીના નિષ્ણાતો, સંશોધકો અને રાજનેતાઓને પણ એક મંચ પર લાવવા માટે કામ કરી રહી છે. કોરોનાકાળમાં આ કાર્યક્રમનું આયોજન વર્ચ્યુઅલ રીતે કરવામાં આવતું હતું. આ પ્લેટફોર્મ દ્વારા વિશ્વના નેતાઓ વિશ્વ સમક્ષ વર્તમાન પડકારો અંગે ચર્ચા કરશે.