Site icon Revoi.in

PM શુક્રવારે મહારાષ્ટ્રના પ્રવાસે

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. આવતીકાલે સવારે લગભગ 11:30 વાગ્યે, તેઓ ‘PM વિશ્વકર્મા’ હેઠળ પ્રગતિના એક વર્ષની ઉજવણી કરશે. ‘પીએમ વિશ્વકર્મા’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને લોન આપવામાં આવશે.

આ યોજના હેઠળ કારીગરોને આપવામાં આવેલા નક્કર સમર્થનના પ્રતીક તરીકે, તેઓ 18 ટ્રેડ હેઠળ 18 લાભાર્થીઓને PM વિશ્વકર્મા હેઠળ લોનનું વિતરણ કરાશે. અમરાવતીમાં પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ પણ કરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ યોજના અને પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકર મહિલા સ્ટાર્ટ-અપ યોજનાનો પ્રારંભ કરશે.

સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે
પ્રધાનમંત્રી કાર્યાલયથી જણાવવામાં આવ્યું છે કે, પીએમ વિશ્વકર્મા હેઠળ કારીગરો માટે 18 ટ્રેડ હેઠળ 18 લાભાર્થીઓને લોનનું વિતરણ પણ કરાશે. તેમના વારસા અને સમાજમાં સ્થાયી યોગદાનના આદરના ચિહ્ન તરીકે, તેઓ PM વિશ્વકર્મા હેઠળની પ્રગતિના એક વર્ષને સમર્પિત એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે.

પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ કરશે
શુક્રવારે PM મોદી મહારાષ્ટ્રના અમરાવતીમાં PM મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજન એન્ડ એપેરલ પાર્કનો શિલાન્યાસ કરશે. 1000 એકરમાં ફેલાયેલા આ પાર્કને મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વિકસાવાશે. સરકારે કાપડ ઉદ્યોગ માટે 7 PM મિત્ર પાર્ક સ્થાપવાની મંજૂરી આપી હતી.

પ્રધાનમંત્રી મહારાષ્ટ્ર સરકારની “આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર” યોજનાનો પ્રારંભ કરશે. 15થી 45 વર્ષની વયજૂથના યુવાનોને તાલીમ આપવા માટે રાજ્યભરની જાણીતી કોલેજોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવશે, આ યોજનાથી રોજગારીની વિવિધ તકો ખુલશે. આ કેન્દ્રોમાં દર વર્ષે રાજ્યભરના આશરે 1,50,000 યુવાનોને મફત કૌશલ્ય વિકાસ તાલીમ મળશે.

પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના થશે લોન્ચ
પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે “પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ સ્કીમ” પણ લોન્ચ કરશે. આ યોજના હેઠળ, મહારાષ્ટ્રમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કામાં સહાય પૂરી પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.

આ યોજના હેઠળની કુલ જોગવાઈઓના 25 ટકા પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવશે. આનાથી મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનવામાં મદદ મળશે.