નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરંભ 6.0 દરમિયાન યુવા સનદી અધિકારીઓ સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રીએ જનભાગીદારીની ભાવના સાથે શાસન સુધારવા માટે યુવા સનદી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. પીએમ દ્વારા મજબૂત ફીડબેક મિકેનિઝમ્સ અને ફરિયાદ નિવારણ પ્રણાલીમાં સુધારો કરવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ યુવા સનદી અધિકારીઓને નાગરિકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ સુધારવા વિનંતી કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “આરંભ 6.0 દરમિયાન યુવા સનદી અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો. અમે જન ભાગીદારીની ભાવના સાથે શાસનને કેવી રીતે સુધારી શકાય તેના પર વિસ્તૃત ચર્ચા કરી. મજબૂત ફીડબેક મિકેનિઝમ અને ફરિયાદ નિવારણ પ્રણાલીમાં સુધારો કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો. યુવા સનદી અધિકારીઓને નાગરિકો માટે ‘ઈઝ ઓફ લિવિંગ’.માં સુધારો કરવા વિનંતી કરી.”