પીએમ વિશ્વકર્મા યોજના ફળી – અત્યાર સુઘીમાં 1.4 લાખથી વધુ અરજીઓ મળી
દિલ્હીઃ તાડેતરમાં પ્રધાનમંત્રીના જન્મ દિવસે પીએમ વિશ્વકર્મા યોજના લોંચ કરવામાં આવી હતી માત્ર થોડા જ દિવસોમાં આ યોજનાને લોકો દ્રારા ખૂબ જ સારો પ્રતિસાદ મળતો જોવા મળ્યો છે.લોકો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રત્યે ઘણો રસ દાખવી રહ્યા છે. લાખો લોકોએ તેના માટે અરજી કરી દીધી છે.
કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેએ બુધવારે જણાવ્યું હતું કે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆતના 10 દિવસમાં, આ યોજનાનો લાભ મેળવવા માટે 1.40 લાખથી વધુ અરજીઓ મળી છે.
पी एम विश्वकर्मा योजना- 10 दिन – 1.40 लाख+ आवेदन
विश्वकर्मा भाई-बहनों के लिए शुरू की गई पी एम विश्वकर्मा योजना के लॉन्च के 10 दिनों के भीतर 1.40 लाख से अधिक आवेदनों का प्राप्त होना हर्ष का विषय है।
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी की दूरदर्शी सोच के परिणामस्वरूप बनी… pic.twitter.com/36lyFssqAi
— Narayan Rane (@MeNarayanRane) September 27, 2023
આ બાબતની જાણકારી આપતા નારાયણ રાણેએ X પર લખ્યું કે પીએમ વિશ્વકર્મા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે અને તેની ઓફરના દસ દિવસમાં આટલી મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થવી એ આ યોજનાની સફળતાનો પુરાવો છે. તેમણે કહ્યું કે પીએમ વિશ્વકર્મા યોજના આપણા સામાજિક અને આર્થિક રીતે વંચિત વિશ્વકર્મા ભાઈ-બહેનોના સર્વાંગી વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.