1. Home
  2. ગુજરાતી
  3. પીએમ આવતીકાલે પ્રયાગરાજની લેશે મુલાકાત,મહિલાઓના સશક્તિકરણને લઈને થવા જઈ રહ્યો છે કાર્યક્રમ
પીએમ આવતીકાલે પ્રયાગરાજની લેશે મુલાકાત,મહિલાઓના સશક્તિકરણને લઈને થવા જઈ રહ્યો છે કાર્યક્રમ

પીએમ આવતીકાલે પ્રયાગરાજની લેશે મુલાકાત,મહિલાઓના સશક્તિકરણને લઈને થવા જઈ રહ્યો છે કાર્યક્રમ

0
Social Share
  • વડાપ્રધાન આવતીકાલે પ્રયાગરાજની લેશે મુલાકાત
  • 200થી વધુ પૂરક પોષણ ઉત્પાદન એકમોનો કરશે શિલાન્યાસ
  • 2 લાખથી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં આપશે હાજરી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી ડિસેમ્બર એટલે કે આવતીકાલના રોજ પ્રયાગરાજની મુલાકાત લેશે અને બપોરે 1 વાગ્યે લગભગ 2 લાખથી વધુ મહિલાઓ હાજરી ધરાવતા એક કાર્યક્રમમાં ભાગ લેશે.

આ કાર્યક્રમ, મહિલાઓને, ખાસ કરીને પાયાના સ્તરે, તેમને જરૂરી કૌશલ્યો, પ્રોત્સાહનો અને સંસાધનો આપીને સશક્ત બનાવવાના વડાપ્રધાનના વિઝન મુજબ યોજવામાં આવી રહ્યો છે. મહિલાઓને ટેકો આપવાના આ પ્રયાસમાં પ્રધાનમંત્રી સ્વસહાય જૂથો (SHGs) ના બેંક ખાતામાં 1000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે, SHGની લગભગ 16 લાખ મહિલા સભ્યોને લાભ થશે. આ સ્થાનાંતરણ દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેમાં 80,000 SHGs કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ (CIF) 1.10 લાખ પ્રતિ SHG મેળવશે અને 60,000 SHG રિવોલ્વિંગ ફંડ પેટે 15000 પ્રતિ SHG મેળવશે

આ કાર્યક્રમમાં વડાપ્રધાન બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ-સખીઓ (બી.સી.-સખીઓ)ને પ્રોત્સાહિત કરતા પણ જોવા મળશે, જેમાં 20,000 B.C.-સખીઓના ખાતામાં પ્રથમ મહિનાના સ્ટાઈપેન્ડ તરીકે 4000 રૂપિયા ટ્રાન્સફર કરાશે. જ્યારે B.C.-સખીઓ પાયાના સ્તરે ઘરઆંગણે નાણાકીય સેવાઓ પૂરી પાડનાર તરીકે તેમનું કાર્ય શરૂ કરે છે, ત્યારે તેમને 4000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ છ મહિના માટે ચૂકવવામાં આવે છે, જેથી તેઓ તેમના કામમાં સ્થિર થાય અને પછી વ્યવહારો પર કમિશન દ્વારા કમાણી કરવાનું શરૂ કરે.

આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ 1 લાખથી વધુ લાભાર્થીઓને કુલ 20 કરોડથી વધુની રકમ પણ ટ્રાન્સફર કરશે. આ યોજના બાળકીને તેના જીવનના વિવિધ તબક્કે શરતી રોકડ ટ્રાન્સફર પ્રદાન કરે છે. કુલ ટ્રાન્સફર પ્રતિ લાભાર્થી 15000 રુપિયા હશે.આ તબક્કાઓમાં જન્મ સમયે (રૂ. 2000), એક વર્ષ પૂર્ણ રસીકરણ થયે (રૂ. 1000), વર્ગ-1માં પ્રવેશ પર (રૂ. 2000), વર્ગ-6માં પ્રવેશ (રૂ. 2000), ધોરણ-IX પ્રવેશ પર (રૂ. 3000), ધોરણ X અથવા XII પાસ કર્યા પછી કોઈપણ ડિગ્રી/ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પર (રૂ. 5000).

વડાપ્રધાન 202 પૂરક પોષણ ઉત્પાદન એકમોનો શિલાન્યાસ કરશે. આ એકમો સ્વસહાય જૂથો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને આશરે એક યુનિટ માટે 1 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવશે. આ એકમો રાજ્યના 600 બ્લોકમાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ પૂરક પોષણ પૂરું પાડશે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code