1. Home
  2. ગુજરાતી
  3. PMC બેંક મામલો: મુંબઈમાં ઈડીનો દરોડો, મળ્યું આલિશાન મકાન અને ચાર્ટર્ડ પ્લેન
PMC બેંક મામલો: મુંબઈમાં ઈડીનો દરોડો, મળ્યું આલિશાન મકાન અને ચાર્ટર્ડ પ્લેન

PMC બેંક મામલો: મુંબઈમાં ઈડીનો દરોડો, મળ્યું આલિશાન મકાન અને ચાર્ટર્ડ પ્લેન

0
Social Share
  • એચડીઆઈએલના પ્રમોટર્સના નામે એક યાક્ટની જાણકારી મળી છે
  • ઈડીને જાણકારી મળી છે કે HDILના માલિકોએ નેતાઓને મકાન વહેંચ્યા છે

હાઉસિંગ ડેવલોપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એટલે કે એચડીઆઈએલ સાથે જોડાયેલા કથિતપણે 4335 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં ઈડીએ સોમવારે ઘણાં સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં એચડીઆઈએલના ચેરમેન અને પ્રબંધ નિદેશક રાકેશ કુમાર વધાવન અને સારંગ વધાવનના ઠેકાણા પર દરોડાની કાર્યવાહી થઈ હતી.

આ દરમિયાન ઈડીને અલીબાગમાં આ કંપની સાથે જોડાયેલા 22 ઓરડાના એક મકાન સંદર્ભે જાણકારી મળી છે. એચડીઆઈએલના પ્રમોટર્સના વધુ એક વિમાનની પણ જાણકારી મળી છે. તેના સિવાય પ્રમોટર્સના નામે એક યાક્ટની જાણકારી મળી છે. આ યાક્ટ હાલ માલદીવમાં ઉભી છે.

ઈડી જેટલી જલ્દથી થઈ શકે આ યાક્ટને પોતાના કબજામાં લેવાની કોશિશમાં છે. દરોડામાં ઈડીને એ પણ જાણકારી મળી છે કે એચડીઆઈએલના માલિકોએ મહારાષ્ટ્રની ઘણી પોશ કોલોનીમાં મોટા-મોટા નેતાઓને મકાન વેચ્યા છે. જો કે ઈડી આ નેતાઓના નામ જાહેર કરવાથી ઈન્કાર કરી રહી છે.

આના પહેલા મુંબઈની એક કોર્ટે રવિવારે પીએમસીના ભૂતપૂર્વ ચેરમેન એસ. વરયામસિંહને 9 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા (ઈઓડબ્લ્યૂ)એ શનિવારે મોડી રાત્રે માહિમથી એસ. વરયામસિંહની ધરપકડ કરી હતી અને રવિવારે તેમને કોર્ટની સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.

પોલીસે કહ્યું છે કે હાઉસિંગ ડેવલોપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઈએલ) સાથે સંબંધિત કથિતપણે 4335 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં તેમની પૂછપરછ કરવામાં આવશે. તેના પહેલા ગુરુવારે મામલામાં પોલીસે એચડીઆઈએલના ચેરમેન અને પ્રબંધ નિદેશક રાકેશકુમાર વધાવન અને સારંગ વધાવનની ધરપકડ કરતા તેમને 3500 કરોડ રૂપિયાની મિલ્કતને જપ્ત કરી લીધી હતી.

પોલીસે કોર્ટને કહ્યુ છે કે વરયામસિંહ પીએમસી બેંકના ચેરમેન અને સાથે જ એચડીઆઈએલના કાર્યકારી નિદેશક પણ રહ્યા છે. તેથી પોલીસ અન્ય આરોપીઓ સાથે બેસીને તેમને આમને-સામને પૂછપરછ કરવા ચાહે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code