PMનો યુરોપ પ્રવાસઃ બર્લિનમાં જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ અને નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક મળી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 3 યુરોપિયન દેશના પ્રવાસે છે અને જર્મનીના બર્લિન પહોંચ્યાં હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હોટલ ઉપર પણ મોટી સંખ્યામાં ભારતીયો તેમને મળવા ઉમટી પડ્યાં હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્જ સાથે મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવો વચ્ચે ભારત અને જર્મનીના સહયોગને વધારવા મુદ્દે ચર્ચા કરી હતી. ફેડરલ ચાન્સલરીમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બંને મહાનુભાવો વચ્ચે લંબાણ પૂર્વકની ચર્ચા થઈ હતી.
દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ પણ જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બેરબોક સાથે વિવિધ મુદ્દા ઉપર મીટીંગ કરી હતી. જયશંકરએ કહ્યું હતું કે, જર્મન વિદેશ મંત્રી એનાલેના બેયરબોક સાથે સારી વાતચીત થઈ છે. અમે રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈન્ડો-પેસિફિક વિસ્તાર મુદ્દે ચર્ચા કરી હતી. બંને દેશના વિદેશ મંત્રાલયો વચ્ચે સીધા મુદ્દા ઉપર સંપર્ક થઈ શકે તે માટે એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુરોપના 3 દેશના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 20થી વધારે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.