આપણે જ્યારે નાના હતા ત્યારે કોટનના કપડાનાનપેટીકોટ નાઈટ વેર તરીકે પહેરતા હતા., અને આ પેટીકોટમાં બન્ને સાઈડમાં ખિસ્સા પણ હોય , આ તો દાયકાઓ પહેલાની વાત છે, જો કે ફેશન ,સમયની સાથે સાથે પનરાવર્તન પામે છે, આજકાલ કપડામાં આપણે જે રીતે અમ્રેલા ડ્ર્સ જોઈએ છીએ તે પહેલાના સમયમાં અનારકલી તરીકે ઓળખાતા, અર્થાત ફએશન તો એજ હોય છે પરંતુ તેમાં થોડા સુધારા વધારા કરીને તેને એક નવું નામ આપવામાં આવે છે, જેમ પોક્ટ વાળા પેટીકોટ હતા તે રીતે આજે કુર્તીઓમાં પણ કોપેટની ફેશને રંગ જમાવ્યો છે,
આજકાલ જો તમે બ્રાન્ડેડ કુર્તીઓ લેવા જશો તો તેમાં સાઈડમાં એક અથવા તો બે પોક્ટ હોય જ છે.અથવા તો સાદી કુર્તીમાં જે રીતે પુરુષોના શર્ટમાં ખિસ્સુ હોય છે તેવા ખિસ્સા બન્ને સાઈડ જોવા મળે છે.આજકાલ પોકેટ કુર્તીનો ક્રેઝ વધ્યો છે,પોકેટ કુર્તી એટલે કે કોઈ પણ પ્રકારની કુર્તીમાં ખિસ્સું આપેલું હોય તેવી કુર્તી. પહેલાં ફ્રોક અને પંજાબી ડ્રેસમાં ખિસ્સા આવતાં જ હતા.તેજ ફેશન હવે કુર્તીમાં પુનરાવર્તન પામી છે.
હાલના દાયકામાં ફરી રેડિમેઈડ કુર્તીમાં પોકેટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બન્યો છે. લોન્ગ કુર્તી હોય કે શોર્ટ કુર્તી બંને પ્રકારની કુર્તીમાં ખિસ્સાનો ટ્રેન્ડ જોવા મળે છે. સિલ્ક , કોટન , ખાદી , લિનન વગેરે મટીરિયલમાં આવતી કુર્ચતીઓને આ પોક્ટ અકેસ્ટ્રા લૂક આપે છે.
ઘણી કુપર્તીમાં ફ્રન્ટ પોકેટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે કેટલીક કુર્તીઓમાં સાઈડ પોકેટના ટ્રેન્ડ જોવા મળએ છે, સામાન્ય રીતે ફ્રન્ટ પોકેટનો કોઈ યૂઝ નથી હોતો તે માચ્ર પેલ્ન કુર્તીને ડિઝાઈનર કુર્તી બનાવવા માટે જ મૂકવામાં આવે છે, જ્યારે સાઈડ પોકેટનો તમે યૂઝ કરી શકો છો.નાની નાની વસ્તુઓ તેમાં મૂકી શકો છો.
આ સાથે જ કોટનની ઘેરવાળીકુપર્તીઓમાં સાઈડમાં ડિઝાઈનર પોકેટ રાખવામાં આવે છએ, જે દેખાતું હોતું નથી પરંચતુ તેની સાઈઝ ખૂબ મોટી હોય છે.આમ આજકાલ હવે કુર્તીઓમાં પમ પોકેટ આવી ગયા છે, ખાસ કરીને આ સાઈડ પોકેટ કુર્તીઓ પહેરીને યુવતીઓ સ્ટાઈલ મારે છઠે, પોતાના હાથ એન પોકેટમાં રાખીને સ્ટાઈલ બને છે, આ રીતે આ પ્રકારની કુર્તીઓ યુવતીઓથી લઈને મહીલાઓને ,સ્ટાઈલીશ લૂકની સાથે સાથે કમ્ફર્ટેબલ ફિલ કરાવે છે.