Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીના 6 સાથીઓની ધરપકડ કરી

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીના 6 સાથીઓની ધરપકડ કરી, તેમની પાસેથી IED, હથિયારો અને દારૂગોળો સહિત અન્ય ગુનાહિત સામગ્રીઓ જપ્ત કરી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અવંતિપોરા પોલીસે ચોક્કસ માહિતીના આધારે જૈશ-એ-મોહમ્મદ (JeM) સંગઠનનો એક પાકિસ્તાની કાશ્મીરી આતંકવાદી એવા યુવાનોની શોધમાં હતો કે જેઓ આતંકવાદી પ્રવૃતિમાં જોડાવા માટે પ્રેરિત કરી શકાય અને આવા યુવાનોને શોધી  તેમને હથિયારો પૂરા પાડવામાં આવતા હતા.

આ યુવાનોને ઔપચારિક રીતે આતંકવાદી સંગઠનમાં જોડતા પહેલા આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન આ મોડ્યુલનો ભાગ હતા તેવા યુવાનોની ઓળખ કરવામાં આવી હતી. આ યુવાનોને આતંકવાદી પ્રવૃતિમાં જોડાવા માટે પિસ્તોલ, ગ્રેનેડ, આઈઈડી અને અન્ય વિસ્ફોટક સામગ્રી આપવામાં આવી હતી.

તેમને લક્ષિત વ્યક્તિની હત્યા કરીને, સુરક્ષા દળો અથવા જાહેર સ્થળો અને બિન-સ્થાનિક મજૂરો પર ગ્રેનેડ ફેંકવા અને IED લગાવીને અને બ્લાસ્ટ કરીને કેટલીક આતંકવાદી પ્રવૃત્તિ કરવા સૂચના આપવામાં આવીહતી.

તપાસ દરમિયાનએ વાત પણ સામે આવી હતી કે આ યુવાનોની મદદથી IED લગાવવા માટે કેટલીક જગ્યાઓ પણ પસંદ કરાઇ હતી. દરમિયાન કેસની તપાસ ચાલુ છે અનેવધુ ધરપકડ અને જપ્તી થવાની સંભાવના છે.