Site icon Revoi.in

અમદાવાદમાં રોડ પર તણખાં ઉડાડીને બાઈક પર સ્ટંટ કરતાં ત્રણ નબીરાની પોલીસે કરી ધરપકડ

Social Share

અમદાવાદઃ શહેરમાં ખાસ કરીને રાતના સમયે રોડ પર ભયજનકરીતે વાહનો ચલાવીને નબીરાઓ આંતક મચાવતા હોય છે. અને ભયજનકરીતે વાહનો ચલાવતા અવે સ્ટંટ કરીને સીન-સપાટા કરતા નબીરાઓને પોલીસ પાઠ પણ ભણાવતી હોય છે. શહેરમાં ગત તા. 10મી માર્ચને રાતના સમયે મીઠાખળી અંડર બ્રિજમાં જાહેર રોડ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓનો વીડિયો વાઇરલ થયો હતો. નબીરાઓ બાઈક પર સ્ટંટ કરીને રોડ પર તણખા કરીને લોકોની જીવ જોખમમાં મુકી રહ્યા હતા. પોલીસે વાહનના નંબરના આધારે ફૈઝ શહીદ કુરેશી, મોહમ્મદ સમીર મોહન અસલમ અને નૂર મોહમ્મદ કુરેશીની ધરપકડને વાહનો જપ્ત કરાયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં મીઠાખળી અંડર બ્રિજ રોડ પર ગત તા. 10મી માર્ચની રાતના 10 વાગ્યાની આસપાસ  ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓને વીડિયો વાઇરલ થયો હતો. નબીરાઓ સ્ટંટ કરીને રોડ પર તણખા કરી રહ્યા હતા. અને લોકોને ડરાવી રહ્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.તેથી બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે વાહનના નંબરના આધારે ફૈઝ શહીદ કુરેશી, મોહમ્મદ સમીર મોહન અસલમ અને નૂર મોહમ્મદ કુરેશીની ધરપકડ કરી છે. આરોપીઓ તેમના અલગ અલગ ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી રહ્યા હતા. જે બદલ પોલીસે વાહન જપ્ત કરી ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરમાં સિન્ધુભવન રોડ, એસજી હાઈવે તેમજ વિવિધ વિસ્તારોમાં રાતના સમયે નબીરાઓ પુર ઝડપે સ્ટંટ કરીને વાહનો ચલાવીને લટાર મારવા નિકળતા હોય છે. કેટલાક નબીરાઓ વટ પાડવા માટે સ્ટંટ કરતા વિડિયો બનાવીને સોશ્યલ મિડિયામાં પણ વાયરલ કરતા હોય છે. ગત તા. 10 માર્ચે પણ શહેરના શાહિબાગમાં એક સ્વિફ્ટ કારનો ચાલક ગાડીમાં પોલીસનું સાયરન વગાડી બેફામ ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી નંબર પ્લેટના આધારે કાર ચાલકની ધરપકડ કરી હતી અને ચાલકનું લાયસન્સ રદ્દ કર્યું હતું