Site icon Revoi.in

મુંબઈથી ઘરફોડ ચોરી કરવા સુરત આવેલા બે શખસોને પોલીસે પકડ્યા,

Social Share

સુરતઃ મુંબઈથી ટ્રેનમાં બેસીને સુરત આવીને ઘરફોડ ચોરી કરતા બે શખસોને શહેર પોલીસે દબોચી લીધા હતા. બન્ને આરોપીઓ રિઢા ચોર છે. મુંબઈથી સુરત આવીને જુદાજુદા વિસ્તારોમાં દિવસ દરમિયાન રેકી કરતા હતા, ત્યારબાદ રાતના સમયે નાની દુકાનો, શોરૂમના તાળાં તોડીને ચોરી કરતા હતા. પોલીસે ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

શહેરના મહિધરપુરા પોલીસે ઘરફોડ ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ મુંબઇથી ટ્રેન મારફતે આવીને નાની દુકાનો અને શો રૂમને ટાર્ગેટ કરતા હતા. પોલીસ તપાસમાં સુરતના મહિધરપુરા અને વાપી ટાઉન પોલીસ મથક મળી કુલ બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના ભાગળ બુંદેલાવાડમાં આવેલી જે.કે.થ્રેડ નામની શોપમાં રાત્રી દરમિયાન શટર તોડી ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં સી.સી.ટી.વી. ચેક કરતા આરોપીઓ ટ્રેન મારફતે સુરત ખાતે મુંબઇની ટ્રેનમાં આવ્યા હતા અને છેલ્લા એક માસથી ચોરી કરી મુંબઇ તરફ પરત જતા હતા. જેથી પોલીસ દ્વારા મુંબઈ તરફથી સુરત આવતી ટ્રેનો ઉપર સતત વોચ રાખવામાં આવી હતી. આ વોચ દરમિયાન ઝડપાયેલા આ બંને આરોપીઓ મુંબઈથી આવેલી ટ્રેનમાંથી ઉતર્યા હતા અને સુરત રેલ્વે સ્ટેશન પાસેથી પોલીસે આરોપીઓની ઝડપી પાડ્યા હતા. પોલીસે રાજુ નિરહું ગૌતમ અને અશોકકુમાર જોગીન્દરસીંગ સુદન ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ, રોકડા રૂપિયા 2175, ચોરી કરવામાં ઉપયોગ કરેલ લીલા હાથાના વાળું પેચીયું તથા લોખડનું ચક્ડીવાળું પાનું મળી કુલ 6675 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. સુરતના મહિધરપુરા અને વાપી ટાઉન પોલીસ મથક મળી કુલ બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ​​​​​​​

પોલીસના કહેવા મુજબ આરોપીઓ મુંબઇથી રેલ્વે મારફતે સુરત ખાતે સાંજના સમયે પહોચી નાની દુકાનો/શો-રૂમની રેકી કરી નક્કી કરેલ દુકાન/શો-રૂમ ખાતે રાત્રીના સમયે જઇ દુકાનને લોક મારવાનો નકુચો પેચીયું તથા લોખંડનું ચક્ડીવાળા પાના વડે તોડી દુકાન/શો-રૂમમાંથી નાની ચોરી કરવાની જેથી પોલીસ ગંભીર તપાસ કરે નહી તેમજ રેલ્વે માર્ગ પર આવતા શહેરોમાં ચોરી કરી ટુંકા સમયમાં પરત થઇ જવાની આરોપીઓ મોડસ ઓપરેન્ડી ઘરાવે છે.