છત્તીસગઢમાં માઓવાદીઓના આઠ નટવર્કના ખાતમાનો પોલીસનો દાવો
છત્તીસગઢઃ બસ્તર પોલીસે બે વર્ષમાં માઓવાદીઓના આઠ મહત્વનાનેટવર્કને તોડી પાડ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ 38થી વધારે લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતુંકે, પ્રતિબંધિત સંગઠનોને મળનારી ચિકિત્સા સહાય, વિસ્ફોટ અને અન્ય પ્રકારની મદદ મદદ ઉપર પોલીસે કેટલાક અંશે સફળતા મેળવી છે.
એક અધિકારીએ કહ્યું કે આ દરમિયાન 40 થી વધુ પોલીસ શિબિરોની સ્થાપનાથી માઓવાદીઓ અને તેમની કામગીરી ઉપર નજર રાખવામાં મદદ મળી છે. સપ્લાય નેટવર્કને ધ્વસ્ત કરવાથી માઓવાદીઓની મુશ્કેલીઓ વધી છે. અહીં 3 દાયકાઓથી તેઓ સક્રિય છે અને તેમની તાકાત સતત વધતી હતી. જો કે, પોલીસે તેમના નેટવર્કને તોડી પાડ્યું છે.
પોલીસ અધિકારી સંદરરાજએ જણાવ્યું હતું કે, 2020થી અત્યાર સુધીમાં માઓવાદીઓના આઠ મોડ્યુલ ધ્વસ્ત કરવામાં આવ્યા છે.તેમજ તેમને કથિત રીતે દવાઓ, વિસ્ફોટકો, હથિયારો અને જરૂરી વસ્તુઓ પુરી પાડતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. કોરોના મહામાહી બાદ માઓવાદીઓ પણ આર્થિક સંકટમાં મુકાયા હતા.
અત્રે ઉલ્લેખની છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદ અને નક્સલવાદને નાબૂદ કરવા માટે સમગ્ર દેશમાં અભિયાન હાથ ધર્યું છે.જેમાં મહત્મ અંશે સુરક્ષા એજન્સીઓને સફળતા હાથ લાગી છે.