ઘરે બેઠા-બેઠા થશે ચોરી સહિતના ગુનાની પોલીસ ફરિયાદ, જાણો કેવી રીતે
ડિજીટાઈશને પ્રોત્સાહન આપનારી ભારત સરકારે ડિજિટલ પોલીસની સુવિધા પણ આપી છે પરંતુ બહુ ઓછા લોકો તેનાથી માહિતગાર છે. તમારી વચ્ચે એવા ઘણા લોકો હશે જેમને ડિજિટલ પોલીસ વિશે કોઈ જાણકારી નહીં હોય, પરંતુ તમને નવાઈ લાગશે કે ડિજિટલ પોલીસ સાઇટની શરૂઆત વર્ષ 2017માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા ગૃહ મંત્રાલયના સહયોગથી કરાઈ હતી. આ પોર્ટલ ખૂબ જ ઉપયોગી છે.
ડિજિટલ પોલીસ પોર્ટલનું URL https://digitalpolice.gov.in છે. ડિજિટલ પોલીસ પોર્ટલ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સ્તર સુધી નાગરિક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તમે આ સાઇટ દ્વારા ગુમ વ્યક્તિની રિપોર્ટ પણ ફાઇલ કરી શકો છો. એટલું જ નહીં આ સાઈટ પર બીજા પણ ઘણા કામો કરવામાં આવે છે.
ડિજિટલ પોલીસ પોર્ટલ પર ઉપલબ્ધ મુખ્ય સેવાઓ
- ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા
- વાહન NOC જનરેશન
- ઘોષિત ગુનેગારો વિશે માહિતી
- નજીકના પોલીસ સ્ટેશનની માહિતી
- સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી
- ફરિયાદોની સ્થિતિ મેળવવી
- FIR ની નકલો મેળવવી
- ધરપકડ કરાયેલ વ્યક્તિઓ/વોન્ટેડ ગુનેગારોની વિગતો
- ગુમ/અપહરણ કરાયેલ વ્યક્તિઓની વિગતો
- ચોરાયેલા/પુનઃપ્રાપ્ત વાહનો, શસ્ત્રો અને અન્ય સંપત્તિઓની વિગતો
- વિવિધ એનઓસી (સરઘસો, કાર્યક્રમો/પ્રદર્શન, વિરોધ/હડતાલ વગેરે) જારી કરવા માટેની વિનંતીઓ સબમિટ કરવી.
- નોકરો, રોજગાર, પાસપોર્ટ, વરિષ્ઠ નાગરિક નોંધણી વગેરે માટે ચકાસણી વિનંતીઓ.
- માહિતી શેર કરવા અને નાગરિકોને જરૂરી ફોર્મ ડાઉનલોડ કરવા સક્ષમ કરવા માટેનું પોર્ટલ
(PHOTO-FILE)