1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પોલીસ વિભાગ દ્વારા રખડતાં ઢોરના મામલે 80 જેટલા પશુપાલકો સામે કરી ફરિયાદ
અમદાવાદમાં પોલીસ વિભાગ દ્વારા રખડતાં ઢોરના મામલે 80 જેટલા પશુપાલકો સામે કરી ફરિયાદ

અમદાવાદમાં પોલીસ વિભાગ દ્વારા રખડતાં ઢોરના મામલે 80 જેટલા પશુપાલકો સામે કરી ફરિયાદ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી સીઝનમાં રખડતા ઢોર રોડ પર અડ્ડીંગો જમાવીને બેઠેલા જોવા મળતા હતા. જેના લીધે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાતા હતા. આમ તો રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ રાજ્યના તમામ શહેરોમાં જોવા મળતો હતો. દરમિયાન ગુજરાત હાઈકોર્ટએ સત્તાધિશોને ટકોર કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ ચલાવવમાં આવી રહી છે. દરમિયાન શહેર પોલીસે પણ રખડતા ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એક મહિનામાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 80 જેટલા રખડતા ઢોરના માલિકો સામે કેસ દાખલ કરીને 59 જેટલા રખડતા પશુને પાંજરે પુર્યા છે. શહેર પોલીસ દ્વારા રખડતા ઢોરના ચોક્કસ લોકેશન પણ નક્કી કરીને તે લોકેશનની માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના આઠ અલગ અલગ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જુદી જુદી ટીમો બનાવીને કડક કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે શહેરના નાગરિકોને શહેરમાં કોઈપણ જગ્યાએ રોડ રસ્તા ઉપર રખડતા ઢોર દેખાય તો તેનો ફોટો ખેંચીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા હેન્ડલ પર મોકલી અથવા તો ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી શકે છે. શહેર ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પશુ માલિકો સાથે મીટીંગ કરીને પશુ માલિકો પણ પોતાના ઢોરને રખડતા ન મૂકે તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે, છતાં ઢોર રખડતા હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આમદાવાદ શહેરમાં  17મી ઓક્ટોબર સુધી આ કામગીરી ચાલશે. જેમાં પકડાયેલા ઢોર, વસુલેલ દંડ,  દાખલ કરાયેલ FIR, ઘાસચારાનું વેચાણ કરતા ઈસમો,  જાહેરનામાનો ભંગ કરનારા પશુપાલકો,  ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલાનો બનાવ વગેરેની વિગત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી મોકલાશે. આ કામ માટે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર અને ACP ફિલ્ડમાં ઉતરશે. જ્યારે DCP સુપરવિઝન કરશે. આ કાર્યમાં નિષ્કાળજી બદલ પોલીસ ઈન્સ્પેક્ટર જવાબદાર ગણાશે. જ્યારે કામગીરીનો રિપોર્ટ પોલીસ ઇન્સ્પેકટરે DCP ને મોકલવાનો રહેશે. આ સમગ્ર અહેવાલ દરરોજ એડિશનલ DCP કચેરી ખાતે મોકલાશે.

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રસ્તા પર રખડતા ઢોરની ત્રાસની સ્થિતિ યથાવત્ રહેતાં ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ તંત્ર સહિતના સત્તાવાળાઓને ટકોર કરી હતી. અને મહત્વના નિર્દેશો જારી કર્યા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરફથી રજૂ કરાયેલા મહત્વના સોગંદનામામાં જણાવાયુ હતું કે, હવેથી ઢોર પાર્ટી પર હુમલો કરનારા તત્વો વિરૂધ્ધ સીધી પાસા હેઠળ કાર્યવાહી કરાશે અને સાથે સાથે આઇપીસીની કલમ-338,332,188 અને 189 હેઠળ પણ કાર્યવાહી થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code