Site icon Revoi.in

મધ્યપ્રદેશ પોલીસે 2000 હજારથી વધારે લોકોને જનતા કર્ફ્યુ તોડવા બદલ કરી અટકાયત

Social Share

ભોપાલ: દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ વધ્યુ છે તે વાતમાં કોઈ શંકા નથી. લોકો સંક્રમિત થવાથી બચવાના પ્રયાસ પણ કરી રહ્યા છે પણ બેદરકારીભર્યુ વર્તન પણ કોરોનાવાયરસના સંક્રમણ વધારે ફેલાવા માટે જવાબદાર છે. મધ્યપ્રદેશની પોલીસ દ્વારા 2000થી વધારે લોકોની જનતા કર્ફ્યુના ભંગ બદલ અટકાયત કરવામાં આવી છે.

પોલીસે એ લોકો પ્રત્યે કડક વલણ દાખવીને અલગ પ્રકારની સજા કરી છે. આ તમામ લોકોને લોકઅપમાં તો રાખી શકાય નહી અને તેના કારણે પોલીસ દ્વારા હળવી સજા પેટે તડકામાં ઉભા રાખવામાં આવે છે તો કોઈકની પાસે ઉઠક બેઠક કરાવીને સજા આપવામાં આવે છે. આ સિવાય હવે પોલીસે નવો રસ્તો અપનાવ્યો છે જેમાં મધ્યપ્રદેશ પોલીસ દ્વારા કર્ફ્યુનું ઉલ્લંઘન કરનારાને પીટી ગ્રાઉન્ડ લઈ જવામાં આવે છે અને તેમની પાસે 1-2 કલાક પરેડ કરાવવામાં આવે છે.

જો કે પોલીસનું માનવુ છે કે આવુ કરવાથી લોકોના ફેફસા અને સ્વાસ્થ્ય મજબૂત રહે છે અને આઈજી પોલીસનું માનવુ છે કે તેમની સજામાં જ તેમની ભલાઈ છે.

મધ્યપ્રદેશમાં પણ છેલ્લા કેટલાક સમયથી 11-12 હજાર સરેરાશ કેસ નોંધવામાં આવી રહ્યા છે. કુલ અત્યાર સુધી મધ્યપ્રદેશમાં 6.60 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે જ્યારે 6334 લોકોએ જીવ ગુમાવ્યો છે.