Site icon Revoi.in

અરવલ્લી વનવિભાગે ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા બે ટ્રેક્ટર ઝડપી લેવાયા

Social Share

મોડાસા: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરીની બૂમો વધી હતી,જેના પગલે લાકડાઓની ગેરકાયદે હેરાફેરી કરનાર વિરપ્પનો સામે વન વિભાગે લાલ આંખ કરતા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બાયડ તાલુકામાં પરિક્ષેત્ર વન અધિકારી મોડાસા તેમજ વનપાલ બાયડ અને મોડાસા રેન્જના સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન લીંબથી તેનપુર તરફના માર્ગ પર લાકડા ભરેલું ટ્રેક્ટર પસાર થતું હતું ત્યારે વન વિભાગની ટીમ દ્વારા તેને રોકવામાં આવ્યા હતા અને ટ્રેકટરમાં ભરેલા લાકડાં અંગે પૂછપરછ કરવામાં આવતા તેમની પાસે કોઇપણ જાતનો જરૂરી પરવાનો ન મળતા વનવિભાગ દ્વારા પંચરવ લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ડેમાઇથી કાવઠ તરફ જતા લાકડા ભરેલા અન્ય એક ટ્રેક્ટરને ઝડપી પાડયું હતું અને કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.વનવિભાગે અગાઉ પણ બાયડ તાલુકા પંથકમાં પરવાના વગર ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા વિરપ્પનો સામે કાર્યવાહી કરી છે,ત્યારે વનવિભાગની કાર્યવાહીથી લાકડા ચોરી કરતા વીરપ્પનોમાં ફફડાટ વ્યાપ્યો છે.