- મંગેશ યાદવ એન્કાઉન્ટર કેસને લઈને રાજકારણ ગરમાયું
- પોલીસે જાતિ જોઈને કાર્યવાહી કર્યાંનો વિપક્ષનો આક્ષેપ
- પોલીસ વડાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં
લખનઉ: ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં એક લૂંટ કેસના આરોપી મંગેશ યાદવના પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોતને લઈને વિપક્ષના આક્ષેપો વચ્ચે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે તમામ આરોપીને નકારી જણાવ્યું હતું કે, પોલીસ કોઈની પણ જાતિ જોઈને કાર્યવાહી નહીં કરતી હોવાનો દાવો કર્યો હતો.
સમાજવાદી પાર્ટી (SP) એ આરોપ લગાવ્યો છે કે, પોલીસ જાતિના આધારે એન્કાઉન્ટરમાં ગુનેગારોને નિશાન બનાવી રહી છે. 73મા ઓલ ઈન્ડિયા પોલીસ રેસલિંગ ક્લસ્ટર-2024 ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પોલીસવડાને સમાજવાદી પાર્ટીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં હતા.
એન્કાઉન્ટર દરમિયાનના સંજોગો તરફ ઈશારો કરતાં તેમણે કહ્યું કે, હું આવી તમામ બાબતો (આરોપો)ને નકારું છું. પોલીસ સંપૂર્ણ નિષ્પક્ષપણે કાર્યવાહી કરે છે.” ગયા મહિને સુલતાનપુર જિલ્લામાં બુલિયન બિઝનેસમેનની દુકાનની લૂંટના આરોપી મંગેશ યાદવનું સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) સાથે એન્કાઉન્ટર થયું હતું. જેમાં તેનું મોત થયું હતું. સમાજવાદી પાર્ટીએ તેને જાતિના આધારે બનાવટી એન્કાઉન્ટર ગણાવ્યું હતું.
કાનપુરમાં રેલ્વે ટ્રેક પર એલપીજી સિલિન્ડર મળ્યાના સંદર્ભમાં પોલીસ મહાનિર્દેશકે કહ્યું, “વરિષ્ઠ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું છે. આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. અમે તમામ પાસાઓ પર ધ્યાન આપીશું અને સંપૂર્ણ તપાસ કર્યા વિના આ અંગે કશું કહેવું શક્ય નથી.