ગાંધીનગરઃ અમદાવાદમાં ઈસ્કોનબ્રિજ પર સર્જાયેલા અકસ્માત બાદ રાજ્યના પોલીસ વડાએ ટ્રાફિક ભંગ કરનારા સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપતા પોલીસે તમામ શહેરોમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે.જેમાં પાટનગર ગાંધીનગરમાં મહત્વના સર્કલો ઉપરાંત ઠેર ઠેર પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ વિનાનાં , ઓવર સ્પીડ વાહન હંકારતા, સીટ બેલ્ટ, હેલમેટ, ટ્રીપલ સવારી ઉપરાંત ટ્રાફિકના નિયમો તોડતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા 24 વાહનો ડીટેઇન કરીને 55 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજય પોલીસ વડાના આદેશ બાદ ગુજરાતમાં 22 જુલાઈથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાવામાં આવી છે. તાજેતરમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવતાં પોલીસ હવે ટ્રાફિકનો ભંગ કરનારા સામે કાયદાના પાઠ ભણાવવા મેદાને આવી છે. એક મહિના સુધી રાજ્યભરના શહેરોમાં સ્પેશિયલ ડ્રાઈવ કરાશે. ગાંધીનગર ટ્રાફિક પોલીસ પણ મેદાને આવી ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરનાર વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે.
ગાંધીનગર ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસ પણ ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા મેદાને આવી ગઈ છે. ગાંધીનગરમાં મહત્વના સર્કલો ઉપરાંત ઠેર ઠેર પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ વિનાનાં , ઓવર સ્પીડ વાહન હંકારતા, સીટ બેલ્ટ, હેલમેટ, ટ્રીપલ સવારી ઉપરાંત ટ્રાફિકના નિયમો તોડતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. જેનાં પગલે ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા 24 વાહનો ડીટેઇન કરીને 55 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાલમાં પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આગામી એક મહિના સુધી ગાંધીનગરમાં ટ્રાફિક નિયમો તોડતા વાહન ચાલકો સામે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે.