Site icon Revoi.in

મહેસાણામાં ચાઈનીઝ દોરી વેચતા ત્રણ વેપારીઓને પોલીસે ઝડપી લીધા

Social Share

મહેસાણાઃ ઉત્તરાણ યાને મકરસંક્રાંતિ પર્વએ પતંગ ચગાવવાનું વિશેષ મહાત્મય છે. પરંતુ ઘણીવાક પતંગની ધારદાર દોરી કોઈનો જીવ લેવા નિમિત બનતી હોય છે. સરકારે ચાઈનિઝ દોરી પર પ્રતિબંધ મુક્યો છે. છતાં કેટલાક પતંગ અને દારીના વેપારીઓ વધુ નફો રળી લેવા માટે ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચતા હોય છે. ત્યારે મહેસાણામાં આવા જ ત્રણ શખસને પોલીસે પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  મહેસાણાના ગોપાલ નગર નજીક પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમી આધારે સ્થાનિક બી ડિવિઝન પોલીસે રેડ કરી હતી. જેમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચતા તીર્થ મહેશ રાવળ તેમજ મિતુલ શંભુજી ક્ષત્રિયને ચાઈનીઝ દોરીના રૂ 24 હજારની કિંમતના 120 રિલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત મહેસાણા શહેરના રાધનપુર રોડ પાસે ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા શૈલેષ નટુભાઈ રાવલને રૂપિયા 600ની કિંમતના ચાઇનીઝ દોરીના 3 રિલ સાથે પોલીસે પકડી લીધો હતો. મહેસાણા બી ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં પતંગની દોરીથી જીવલેણ બનાવો પણ બની રહ્યા છે. તાજેતરમાં જ ભરૂચ ખાતે ત સ્કુટરસવાર મહિલાનું પતંગની ધારદાર દોરીથી ગળું કપાતા મહિલાનું મોત નિપજ્યા હતું. સરકારે ચાઈનિઝ દોરી પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં કેટલાક વેપારીઓ ચાઈનિઝ દારી વેચી રહ્યા છે. પોલીસે ત્રણ દિવસ પહેલા જ ધોળકા અને અમદાવાદમાં પણ ચાઈનિઝ દારી વેચતા વેપારીને પકડ્યા હતા. પોલીસ દ્વારા ચાઈનિઝ દોરી વેચનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.