પ્રયાગરાજ મહાકુંભમાં મદીરાપાન અને માંસાહાર કરનાર પોલીસ કર્મચારીઓને ફરજ નહીં સોપાય
લખનૌઃ આગામી દિવસોમાં પ્રયાગરાજમાં યોજનાર મહાકુંભ મેળાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આ વખતે દારૂ પીનારા અને માંસાહારી ખોરાક લેતા પોલીસકર્મીઓને પ્રયાગરાજ મહાકુંભમાં ફરજ પર મૂકવામાં આવશે નહીં. ડીજીપી હેડક્વાર્ટરએ તમામ કમિશ્નરેટ અને રેન્જને પ્રયાગરાજ મોકલવામાં આવતા પોલીસ દળને લઈને આના પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે. એવું પણ કહેવાય છે કે તેમની પ્રામાણિકતા, છબી, સામાન્ય ખ્યાતિ અને આચરણ સારું હોવું જોઈએ. આ ઉપરાંત પોલીસકર્મીઓની વય મર્યાદા અંગે પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
ડીજીપી હેડક્વાર્ટર ખાતે એડીજી એસ્ટાબ્લિશમેન્ટ સંજય સિંઘલ દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર મહાકુંભમાં મોકલવામાં આવનાર કોન્સ્ટેબલની ઉંમર સામાન્ય રીતે 40 વર્ષની હોવી જોઈએ. એ જ રીતે હેડ કોન્સ્ટેબલની ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને સબ ઈન્સ્પેક્ટર અને ઈન્સ્પેક્ટરની ઉંમર 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
આવા કોઈ પોલીસકર્મી, જે પ્રયાગરાજના વતની છે, તેમને મહાકુંભમાં ફરજ માટે મોકલવામાં આવશે નહીં. ઉપરાંત, તેણે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ, સજાગ અને સારી રીતે વર્તવું જોઈએ.
તેમણે પ્રથમ તબક્કામાં 10મી ઓક્ટોબર સુધીમાં, બીજા તબક્કામાં 10મી નવેમ્બર સુધીમાં અને ત્રીજા તબક્કા માટે 10મી ડિસેમ્બર સુધીમાં પોલીસકર્મીઓની તૈનાતી માટે નામો મોકલવાનો નિર્દેશ આપ્યો છે.
આ ઉપરાંત ક્લેરિકલ કેડર અને ચોથા વર્ગના કર્મચારીઓના નામ પણ પોસ્ટિંગ માટે મોકલવા માટે કહેવામાં આવ્યું છે. ડીજીપી હેડક્વાર્ટર દ્વારા 15 પીપીએસ અધિકારીઓને એસપી કુંભ મેળા વિસ્તાર સાથે મહાકુંભ માટે જોડવામાં આવ્યા છે. જેમાં ત્રણ એએસપી દિનેશ કુમાર દ્વિવેદી, વિશાલ યાદવ અને દુર્ગા પ્રસાદ તિવારીનો સમાવેશ થાય છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, 12 ડેપ્યુટી એસપી મોકલવા આવશે. જેમાં વિનોદ કુમાર, પ્રકાશ રામ આર્ય, અભિષેક યાદવ, હર્ષ કુમાર શર્મા, રાજકુમાર સિંહ યાદવ, રણજીત યાદવ, રજનીશ કુમાર યાદવ, મહિપાલ સિંહ, વિનોદ કુમાર દુબે, વિજય પ્રતાપ યાદવ, પવન કુમારનો સમાવેશ થાય છે. આ તમામને 15મી ઓક્ટોબર સુધીમાં પ્રયાગરાજ જવાનો આદેશ આપવામાં આવ્યો છે.