Site icon Revoi.in

અંબાજીના બેડાપાણીના જંગલમાં આદિવાસીઓના 19 ઘર તોડી પડાતાં પોલીસ સ્ટેશનને ઘેરાવ કરાયો

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજી નજીક પહાડી અને જંગલ વિસ્તાર આવેલો છે. જેમાં બેડીપાણીના જંગલ તરીકે ઓળખાતા વિસ્તારમાં વન વિભાગ દ્વારા ગેરકાયદે હોવાનું કહીને આધિવાસીઓના 19 મકાનો તોડી પાડ્યા હતા. આ બનાવ બાદ આદિવાસીઓએ આજુબાજુના ગામોમાં ઢોલ વગાડીને તેમના સમાજના લોકોને ભેગા કરીને અંબાજી પોલીસ સ્ટેશન સામે મોરચો માંડતા વાતાવરણ તંગ બનતા ઉચ્ચ અધિકારીઓએ દોડી જઈને જિલ્લાભરની પોલીસને ખડકી દીધી છે.બીજીબાજુ મોટી સંખ્યામાં એકઠા થયેલા આદિવાસીઓ  18 કલાકથી વધુ સમયથી પોલીસ સ્ટેશનના પરિસરમાં બેસી ન્યાયની માગણીઓ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અંબાજી નજીક આવેલા બેડાપાણીના જંગલ વિસ્તારમાં આદિવાસીએના 19 ઘર તોડી પાડતા વાતાવરણ તંગ બન્યું છે. આદિવાસી સમાજના લોકો અંબાજી પોલીસ મથકે ફોરેસ્ટ વિભાગ સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલોમાં દબાણને લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જંગલ વિસ્તારમાં 19 જેટલા ઘર તોડી પડાતા આદિવાસી સમાજના લોકોએ રોષ ઠાલવ્યો હતો. અને મોટી સંખ્યામાં આદિવાસી લોકો મહિલાઓ સહિત અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. 18 કલાકથી વધુ સમયથી આદિવાસી લોકો પોલીસ સ્ટેશન આગળ બેઠા છે. અને ફોરેસ્ટ વિભાગ પર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. લોકોની માગ છે કે, દબાણ તોડનારા સામે કાર્યવાહી કરવામાં આવે. જોકે ગ્રીન પ્રોજેક્ટ હેઠલ સમગ્ર વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા દબાણની કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પોલીસ અધિકારીઓએ આદિવાસી સમાજના અગ્રણીઓને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પણ આદિવાસી સમાજે એવી માંગણી કરી હતી કે, જે ગરીબ આદિવાસીએઓના 18 જેટલા ઘરોને તોડી પાડવામાં આવતા પરિવાર ઘર વિહોણા થયા છે તેમને ન્યાય મળવો જોઈએ.  સાથે સાથે ફોરેસ્ટ વિભાગ પર કાર્યવાહી થવી જોઈએ. આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં અંબાજી પોલીસ સ્ટેશનમાં 18 કલાકથી વધુ સમયથી પોલીસ સ્ટેશનમા બેઠા છે.  દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસનો મોટો કાફલો અંબાજી પોલીસ સ્ટેશનમાં ખડકી દેવામાં આવ્યો છે. જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ અંબાજી પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વાલખીબેન પારગી પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આદિવાસી સમાજના લોકો ફોરેસ્ટ વિભાગ વિરુદ્ધ સૂત્રોચાર કરી કાર્યવાહી કરવાની માગ સાથે ઉગ્ર બની રહ્યા છે.