પાલનપુરઃ બનાસકાંઠામાં પોલીસ દ્વારા સમયાંતરે વાહનોના ચેકિંગ માટેની ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. પાલનપુર તાલુકા પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે વિરમપુર તરફથી પુરઝડપે આવી રહેલી જીપને અટકાવીને તલાસી લેવામાં આવતા જીપમાંથી ત્રણ બંદુકો મળી આવતા પોલીસે જીપમાં મુસાફરી કરી રહેલા 6 શખસોની ધરપકડ કરી હતી. આ શખસો ક્યાંથી હથિયારો લાવ્યા છે. અને વેચવા માટે જતાં હતા કે કોઈ ગુનાને અંજામ આપવા માટે જતાં હતા. તેની વધુ પૂછતાછ હાથ ધરી છે.
પાલનપુર તાલુકા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક જીપમાંથી ત્રણ બંદૂકો સાથે 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે વિરમપુરના રામપુરા વડલા તરફથી પુરફાટ ઝડપે જીપ આવી રહી હોવાથી પોલીસે જીપ રોકાવી તપાસ કરતા ત્રણ બંદૂકો મળી આવતા પોલીસે 6 શખસોની અટકાત કરી હતી. પકડાયેલા શખસો હાલ તો પોતાના સ્વરક્ષણ માટે હથિયારો પાસે રાખ્યા હોવાની દલીલો કરી રહ્યા છે. પોલીસે તમામ 6 શખસોના રિમાન્ડ મેળવીને વધુ વિગતો મેળવશે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, વિરમપુર તરફથી 6 ઈસમો 3 બંદૂક લઈ પાલનપુર તરફ આવી રહ્યા છે. જેના આધારે તાલુકા હદ વિસ્તારમાં પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિરમપુર તરફથી શંકાસ્પદ માર્શલ જીપ આવતા પોલીસે તને રોકાવી તપાસ કરી હતી ગાડીમાંથી ત્રણ બંદૂકો મળી આવતા પોલીસે તેમને છ એ ઇસમોંની અટકાયત કરી હતી. પોલીસે ત્રણ બંદૂકો, મોબાઈલ ફોન સહીત કુલ 2.14 લાખ નો મુદ્દામાલ કબજે લઈ આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં (1) મગનભાઈ દીતાભાઈ પરમાર (2) મંછાભાઈ રાજાભાઈ સોલંકી (3) સોકળાભાઈ મેનાભાઇ પરમાર (4) માવાભાઈ પાબુભાઈ ડુંગાઈસા (5) સદાભાઈ ગુલાભાઈડુંગાઈસા (6) પદમાભાઈ બદાભાઇ સોલંકી તામામ રહે ગાંજી તાલુકો અમીરગઢ જીલ્લો બનાસકાંઠાનો સમાવેશ થાય છે.