Site icon Revoi.in

અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગુનેગારોને કંન્ટ્રોલ કરવા પોલીસને ‘ટેઝર ગન’ અપાશે

Social Share

અમદાવાદઃ પોલીસની પકડમાંથી નાસી છુટતા અથવા પોલીસ પર હુમલા જેવી ઘટનામાં આરોપીને પકડી શકાય તેવા આશય સાથેઅમદાવાદ સહિત ચાર મહાનગરોની પોલીસને ટ્રેઝરગન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એક ફુટ દૂરથી ટારગેટ પર ફાયર કરી શકે તેવી આ ટ્રેઝર ગનની ગોળીથી કોઈપણ વ્યક્તિના સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને પાંચ મીનીટ સુધી બેભાન થઈને ઢળી પડે છે. બે વર્ષ પુર્વે ખરીદવામાં આવેલી બીનઘાતક એપ્રોન ટ્રેઝર એકસ-ટુ ગન ચેતક કમાંડો તથા મુખ્યમંત્રીના સુરક્ષા કાફલાને ફાળવવામાં આવી હતી. સુરક્ષા જવાનોને આ હથિયારની જરૂર જ પડતી ન હોવાથી હવે ચાર મહાનગરોની પોલીસને ફાળવવાનું નકકી કરવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસને 10, સુરત પોલીસને પાંચ, વડોદરાને ત્રણ તથા રાજકોટ પોલીસને બે  ટ્રેઝર ગન આપવામાં આવશે. બાકીની  ટ્રેઝર ગન ચેતક કમાંડો તથા મુખ્યમંત્રીના સુરક્ષા કાફલા પાસે રહેશે.પોલીસના એક સીનીયર અધિકારીએ જણાવ્યુ હતુ કે, 25 ફુટ દુરથી નિશાન તાકી શકતી આ ગનની મદદથી નાસી જતા આરોપીને પકડવામાં મદદ મળશે. ગનની ગોળીના પ્રહારથી આરોપી ઢળી પડે છે અને પાંચ મીનીટ સુધી બેભાન રહે છે. અમેરિકી બનાવટની આ ટ્રેઝર રૂા.1.50 લાખમાં ખરીદવામાં આવી હતી. અત્યંત નાજુક હિસ્સા પર પ્રહાર ન થાય તો તે ઘાતક નથી. સમગ્ર દેશમાં ટ્રેઝર ગન વાપરવાની છુટ્ટ આપનાર ગુજરાત પ્રથમ રાજય બનશે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને જ તેનો ઉપયોગ કરવા સંબંધી નિયમો-માપદંડ ઘડવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ટ્રેઝર ગનના ઉપયોગ વખતે પોલીસે બોડી કેમેરાનો પણ ઉપયોગ કરવો પડશે. કારણ કે કોર્ટ કેસમાં તે પુરાવા તરીકે રજુ કરી શકાય. ટ્રેઝર ગનમાં અન્ય કેટલીક વિશેષતા પણ છે. ઉપરા- ઉપરી બે વખત ફાયરની જરૂર હોય તો બેકઅપ શોટની સુવિધા છે. નિશાન સચોટ રહે તે માટે ડયુઅલ લેઝર ઉપલબ્ધ છે. ઉપરાંત વરસાદ-ધુમ્મસ કે ગમે તેવા વાતાવરણમાં વાપરી શકાય છે. પરિસ્થિતિ ગંભીર થતી રોકવા માટે ‘વોર્નિંગ શોટ’ની પણ સુવિધા છે. (file photo)