Site icon Revoi.in

ઉત્તરાખંડઃ પોલીસની મહિલા કમાન્ડો ફોર્સ પણ હવે આતંકીઓ સામે ભીડશે,આપવામાં આવી રહી છે સખ્ત ટ્રેનિંગ

Social Share

દિલ્હી – ઉત્તરાખંડમાં પોલીસની મહિલા કમાન્ડો ફોર્સ પણ હવે આંતકીઓને મૂહ તોડ જવાબ આપશે,પોલીસ તાલીમ કોલેજ નરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહિલા પોલીસ કર્મચારીઓની ટુકડીને કમાન્ડો ફોર્સની તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ પૂર્ણ થયા બાદ આ દળને એન્ટી ટેરરિઝમ સ્કવોડમાં શામેક કરવામાં આવશે.

ઉત્તરાખંડ પોલીસ તાલીમ કોલેજ નરેન્દ્રનગરમાં પોલીસ કર્મચારીઓને અનેક પ્રકારની તાલીમ આપવામાં આવે છે. જેમાં પોલીસ કમાન્ડો ફોર્સની તાલીમ પણ શામેલ છે. અત્યાર સુધીમાં તે ફક્ત પુરુષ પોલીસ કર્મીઓને આપવામાં આવતી હતી. આ ફોર્સ આતંકવાદ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પરંતુ હવે પોલીસ વિભાગ પણ આ માટે મહિલા પોલીસ કર્મચારીઓને તૈયાર કરી રહ્યું છે. પીટીસીમાં પ્રથમ વખત મહિલા કમાન્ડો ફોર્સ તૈયાર કરવા મહિલા પોલીસ ટુકડીઓને કમાન્ડો તરીકે તાલીમ આપવામાં આવી રહી છે. આ ટુકડીમાં બે મહિલા એસઆઈ અને 20 મહિલા કોન્સ્ટેબલ સહિત 22 મહિલા પોલીસ કર્મચારીઓ સામેલ છે. તાલીમ પૂર્ણ થયા બાદ તેઓને એન્ટી ટેરરિઝમ સ્કવોડમાં સામેલ કરવામાં આવનાર છે હવે વુરુષની જેમ મહિલાઓ પણ આતંકવાદીઓ સામે ભીડશે

પીટીસીમાં મહિલા પોલીસ કમાન્ડો ફોર્સને ભારતનીસૌથી મબત્વની કમાન્ડો નેશનલ સિક્યુરિટી ગાર્ડની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં આતંકવાદ વિરોધી કામગીરી, કોબિંગ, ફાયરિંગ તેમજ અન્ય કામગીરીથી સંબંધિત તાલીમનો સમાવેશ થાય છે. આ દળ સંગઠિત ગુનાઓ, ડ્રગની દાણચોરી વગેરે રોકવા માટે પણ કામ કરશે. આ તાલીમ બે મહિના સુધી ચાલશે.

ઉત્તરાખંડમાં કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટનાઓ સાથે વ્યવહાર કરવા માટે મહિલા પોલીસ કર્મીઓને પીટીસીમાં કમાન્ડો ફોર્સની તાલીમ આપવામાં આવી રહી છે. આતંકવાદ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથેના વ્યવહાર માટે બળ એટીએસમાં જોડાશે. આના દ્વારા મહિલા સશક્તિકરણ પણ મજબૂત બનશે.

સાહિન-