Site icon Revoi.in

નીતિ આયોગની ચેતવણી – લગ્ન સમારોહ અને પાર્ટીમાં જવાથી બચો, ફેલાઈ શકે છે કોરોનાનું સંક્રમણ

Social Share

દિલ્હી -નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે મંગળવારના રોજ કહ્યું હતું કે, કોરોના વાયરસ હજી પણ દેશના કેટલાક ભાગોમાં  અસર બતાવી રહ્યો છે. હજી વાયરસ ખત્મ થયો નથી. લોકોએ સમજી લેવું જોઈએ કે દેશમાં વધુ ભીડને કારણે હજી પણ ઘણું નુકસાન થઈ શકે છે. લોકોએ લગ્ન અને પાર્ટીઓમાં જવાનું ટાળવું જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે રસીકરણનો અર્થ એ નથી કે બધુ ઠીક થી ચૂક્યું છે અને હવે કોઈ કોરોના થશે નહી.પરંતુ તમારા દ્વારા તમે કોઈ બીજાને નુકસાન પહોંચાડી શકો છો. એકવાર સંક્રમણ વધ્યા બાદ, તેને ફરીથી નિયંત્રણમાં કરવામાં કેટલાક અઠવાડિયા અથવા મહિનાઓનો સમય લાગે છે.

ડો.પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, લોકો માને છે કે કોરોના ક્યાય નથી. પડોશમાં કોઈએ નિયમોનું ઉલ્લંઘન કરીને ઘણા લોકોને લગ્ન સમારોહ માટે બોલાવ્યા, તો અમે પણ તે જ કરીશું.આમ કરીને લોકો કોરોનાનું સંક્રમણ ફેલાવી રહ્યા છે,આપણે આવા સમારોહમાં સામાજિક સંબંધો પણ જોઈએ છે, જ્યારે લોકોને સમજવું જોઈએ કે કોરોના આમાંની કોઈ પણ વસ્તુ પર ધ્યાન આપતો નથી. આવી સ્થિતિમાં લોકોને સમજણ દર્શાવતી વખતે પોતાનો અને તેમના પરિવારનો બચાવ કરવો જોઈએ

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો કોરોના જતો રહ્યો છે અથવા તો કોરોના છે જ નથી તેમ માનીને પોતાના ઘરમામં લગ્ન સમારોહનું મોટા પાયે આયોજન કરી રહ્યા છે છેવટે કોરોનાનું સંક્રમણ વધે છે ત્યારે નીતિ આયોગ દ્રારા લોકોને આમ ન કરવાની અપીલ કરવામાં આવી હતી.

સાહિન-