Site icon Revoi.in

મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિ નિમિત્તે રાજકીય મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

Social Share

દિલ્હીઃ હિન્દુ ધર્મના મહાકાવ્ય રામાયણના રચિયતા શ્રી મહર્ષિ વાલ્મીકીજીની આજે જન્મજ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાઈ હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી સહિતના રાજકીય મહાનુભાવોએ દેશની જનતાને મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મહર્ષિ વાલ્મીકીજીને નમન કર્યાં હતા. તેમણે મન કી બાતની એક ક્લીપ પણ શેયર કરી છે. તેમણે કહ્યું કે, વાલ્મીકી જ્યંતિના વિશેષ પ્રસંગ્રે તેમને નમન કરુ છું આપણે આપણા સમૃદ્ધ અતીત અને ગૌરવશાળી સંસ્કૃતિને જાળવી રાખવા માટે તેમને યાદ કરવામાં આવે છે. સામાજીક સશક્તિકરણ ઉપર તેમનું જોર આપણને પ્રેરણા આપે છે…..

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મહર્ષિ વાલ્મીકીજીએ પવિત્ર રામાયણની રચના કરીને સમગ્ર માનવજાતિના કલ્યાણ હેતુ ધર્મનો માર્ગ દર્શાવ્યો હતો. સમરસતા અને સદ્વાવના પ્રતિક મહર્ષિ વાલ્મીકીજીની શિક્ષા અને વિચાર આપણને એક સમુદ્ર અને ગૌરવશાળી સમાજની રચના કરવાની પ્રેરણા આપે છે. તમામને વાલ્મીકીજીની જ્યંતિની હાર્દિક શુભકામનાઓ…

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દેશવાસીઓને મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિની શુભકામનાઓ પાઠવી હતી….

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, પ્રભુ શ્રી રામ આપણા તમામના આરાધ્ય છે, મહર્ષિ વાલ્મીકીજીએ મહાકાવ્ય રામાયણની રચનાથી પ્રભુના સામાજિક સદ્વાર, સમાનતા અને ન્યાયના સંદેશને જન-જન સુધી પહોંચાડીને માનવ કલ્યાણ હેતુ આપણને માર્ગ બતાવ્યો છે. આદિકવિ મહર્ષિ વાલ્મીકીજીની જ્યંતિ ઉપર તેમને શત્ શત્ નમન….

સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું હતું કે, દેશવાસીઓને મહર્ષિ વાલ્મીકીજીની જન્મજ્યંતિ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ….

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વાલ્મીકીજીની જન્મજ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.