Site icon Revoi.in

મોરબીની ઘટનાને લઈને આજે રાજ્યમાં રાજકીય શોક – સરકારી ભવન પર રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવ્યો

Social Share

અમદાવાદઃ- ગુજરાતના મોરબીમાં તારીખ 30 ઓક્ટોબરની સાંજે ગોજારી ઘટના બની હતી, મોરબી પરનો ઝુલતો બ્રીજ પાણીમાં તૂટી પડ્યો હતો જેમાં અંદાજે 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ ઘટના જ્યારથી ઘટી છે ત્યારથી લોકો ઘટના અંગે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરી રહ્યા છે,ઘટના એટલી દર્દનાક હતી કે કેટલાક લોકોએ પોતાનો આખો પરિવાર ઘટનામાં ગુમાવ્યો છે.આ ઘટનાને પગલે 2જી નવેમ્બરના રોજ  એટલે કે આજે રાષ્ટ્રીય શોક મનાવામાં આવી રહ્યો છે.

મોરબી અકસ્માત બાદ આજે ગુજરાતમાં એક દિવસનો રાજ્ય શોક પાળવામાં આવ્યો છે. આજરોજ સરકારી ભવનો  પર રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં આજે કોઈ મનોરંજન કાર્યક્રમ પણ કરવામાં આવશે નહી

ઉલ્લેખનીય છે કે મોરબી ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ છે,ગુનેગાર સામે કાર્યવાહીની માંગ પમ કરવામાં આવી છે જેને પગલે 9 લોકોની અત્યાર સુધી ઘરપકડ કરવામાં આવી છે આ સાથે જ હજી પણ ઘટના મામલે જીણવટ ભરી તપાસ કરાઈ રહી છે વિતેલા દિવસે પ્રધાનમંત્રી મોદી એ પણ ઘટના સ્થળની મુલાકાત લીઘી હતી.

પીએમ મોદી મોરબીમાં બ્રિજ અકસ્માત સ્થળની મુલાકાત  લેતા પહેલા તેમણે આ અકસ્માત અંગે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. પીએમ પણ હોસ્પિટલ ગયા અને ઘાયલોને મળ્યા. ઘટના અંગે પોલીસનું કહેવું છે કે જે સમયે આ પુલ તૂટ્યો તે સમયે તેના પર 500 થી વધુ લોકો સવાર હતા. તે જ સમયે, આ પુલની ક્ષમતા માત્ર 125 લોકોનો ભાર વહન કરવાની હતી.ત્યારે હવે આ ઘટનામાં જેટલા લોકો આડકતરી રીતે પણ સામેલ હશે તેના સામે કડક પગલા લેવામાં આવશે.