Site icon Revoi.in

કર્ણાટકમાં રાજકીય ચહલપહલઃ સીએમ પદેથી યેદીયુરપ્પાએ રાજીનામાની કરી જાહેરાત !

Social Share

 

બેંગ્લોરઃ ભાજપ સાશિત કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. દરમિયાન આજે કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદીયુરપ્પાએ રાજીનામું આપવાની જાહેરાત કરી હોવાનું જાણવા મળે છે. યેદીયુરપ્પાએ કહ્યું હતું, ‘મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળીશ.’

પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમજ મુખ્યમંત્રી યેદુયુરપ્પાને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અટકળો વહેતી થઈ હતી. દરમિયાન સીએમ યેદુયુરપ્પા દિલ્હી દોડી ગયા હતા. જ્યાં તેમણે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી હતી. તે બાદ તેમણે કહ્યું હતું, હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તેને માન્ય રાખવામાં આવશે. તેમજ આ પદ પર સતત ચાલુ રહેવા અંગે ભાજપ હાઈકમાન્ડ તરફથી સૂચના મેળવ્યા બાદ યોગ્ય નિર્ણય લેશે.

દરમિયાન કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ આજે સોમવારે 26 જુલાઈએ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હોવાનું જાણવા મળે છે. આજે તેમની સરકારના 2 વર્ષ પૂરા થવાનાં કાર્યક્રમમાં બોલતાં મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ કહ્યું, ‘મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળીશ.’

(Photo - Social Media)