નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યમાં ભાજપની જીત થઈ હતી. તેમજ ચાલુ વર્ષે પણ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ત્રિપુરામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી બિપ્લવ દેવએ રાજીનામું આપ્યું છે. ત્રિપુરામાં ભાજપની સરકાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રિપુરામાં ભાજપ સરકારના મુખ્યમંત્રી બિપ્લવ દેવ ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતા. દરમિયાન ભાજપાએ ત્રિપુરામાં મુખ્યમંત્રી બદલવાની દિશામાં કવાયત શરૂ કરી હતી. દરમિયાન આજે બિપ્લવ દેવએ રાજીનામું આપ્યું છે. તેમજ તેમણે કહ્યું હતું કે, મારા માટે પક્ષ મોટો છે અને પક્ષ મને જે કામ આપશે તે હું કરીશ. દરમિયાન નવા સીએમ તરીકે માણિક શાહનું નામ ચર્ચાઈ રહ્યું છે.