દિલ્હીઃ આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપતા પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે. વર્ષોથી પાકિસ્તાનની મદદ કરવા માટે આગળ આવતા સાઉદી અરબ અને યુએઈ જેવા દેશો પણ તેનાથી અંતર બનાવી રહ્યાં છે. જેનો સૌથી વધારે ફાયદો ભારતને મળી રહ્યો છે. બંને ઇસ્લામી દેશો સાથે ભારતના સંબંધ મજબુત થયા છે. તેમજ દીવિપક્ષીપ વ્યાપારમાં પણ વધારો થયો છે. એટલું જ નહીં ભારતિય નાગરિકોને રોજગારીના લાભ પણ મળી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર યુએઈએ નવેમ્બર મહિનામાં પાકિસ્તાન સહિત 13 દેશના નાગરિકો પર વિઝા પ્રતિબંધ લગાવાયો છે. આ પ્રતિબંધને કારણે લગભગ 20 હજાર પાકિસ્તાનીઓ યુએઈમાં રોજગારી ગુમાવી ચુક્યાં છે. જે પૈકી 80 ટકા રોજગારી ભારતીયોને મળી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને યુએઈએ આ પ્રતિબંધ ફરમાવ્યો હતો. તજજ્ઞોના મતે ખાડી દેશ હવે પોતાની છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે દુનિયાને માત્ર ધર્મ અને તેલ નિકાસ કરવા નથી માંગતા. તેમનું ધ્યાન ટુરિઝમ, આઈટી, ઈન્ફ્રા જેવા સેકટર ઉપર છે. આ માટે તેમણે ભારત અને ઈઝરાયલ જેવા દેશો સાથે સારા સંબંધ જરૂરી છે.
ગત નવેમ્બરમાં બંને દેશમાં રહેનારા પાકિસ્તાનીઓએ લગભગ 8.3 હજાર કરોડ સ્વદેશ મોકલ્યાં હતા. આઈએમએફ અને વર્લ્ડ બેંક પાસે મદદ માંગનારા પાકિસ્તાના માટે આ રક સંજીવની સમાન હતી. સમગ્ર દુનિયામાંથી પાકિસ્તાની જેટલી રકમ પોતાના ઘરે મોકલે છે તે પૈકી 65 ટકા રકમ ખાડી દેશોમાંથી આવે છે.
વર્ષ 2019માં જેટલી વ્યક્તિ પાકિસ્તાનની બહાર રોજગારી માટે નીકળી હતી જે પૈકી 87 ટકા લોકો સાઉદી અને યુએઈ ગયા હતા. અત્યારે સાઉદી અરબમાં લગભગ 26 લાખ અને યુએઈણાં લગભગ 15 લાખ પાકિસ્તાની કામ કરે છે. જ્યારે ભારતીયોની સંખ્યા પાકિસ્તાનથી વધારે છે. અહીં લગભગ 26 લાખ ભારતીય કામ કરી રહ્યાં છે.