ભારતમાં લોકશાહી છે અને દેશના તમામ નાગરિકો જે તે ધર્મ અને સંપ્રદાયને અનુસરવા મુક્ત છે, ધાર્મિક સ્થનો ઉપર ઉંચા અવાજે કેમ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે તેવા સવાલો ચર્ચાય છે. વર્ષ 2005માં સુપ્રીમ કોર્ટે લાઉડસ્પીકરને લઈને એક આદેશ કર્યો હતો. આ આદેશનું પાલન કરવામાં આવતો હોવાના સરકારો દાવા કરે છે પરંતુ યોગ્ય રીતે કાયદાનો અમલ નહીં થતો હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ રાજકીય પાર્ટીઓ જે તે ધર્મના મતદારોની નારાજગી વહોરી લેવા માંગતા નહીં છેલ્લા કેટલાક દિવસોથી લાઉડસ્પીકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમજ રાજકીય નેતાઓ પણ ગંદુ રાજકારણ રમીને સમાજ-સમાજ વચ્ચે અંતર ઉભુ કરવાના પ્રયાસ કરી રહી છે.
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ લાઉસ્પીકરમાં આજાનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ મહારાષ્ટ્રની શિવસેનાની ગઠબંધન સરકાર સામે મોરચો ખોલ્યો છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં પણ યોગી સરકારે અનેક ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકર દૂર કરાવ્યાં છે એટલું જ નહીં કેટલાક ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરનો અવાજ ધાર્મિક સ્થળની સંકુલની બહાર ના જાય તેવા આદેશ કરવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રમાં હજુ પણ લાઉડસ્પીકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ ધીરે-ધીરે દેશના અન્ય રાજ્યોમાં પ્રસરી રહ્યો છે.
બીજી તરફ રાજ્ય સરકારો વર્ષ 2005માં સુપ્રીમકોર્ટે લાઉડસ્પીકરને લઈને આપેલા ચુકાદાનું યોગ્ય પાલન નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સરકારો અને વિપક્ષમાં બેઠેલી રાજકીય પાર્ટીઓ ધાર્મિક સ્થળો ઉપર ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકરના મામલે ચોક્કસ ધર્મ અને સમાજના મતદારોને નારાજ કરવા માંગતા નથી. જેથી વિપક્ષ પણ આંખ આડા કાન કરી દે છે. આમ રાજકીય પાર્ટીઓને કારણે સામાન્ય જનતાની મુશ્કેલી વધતી હોવાનું રાજકીય વિશેષકો માની રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટે વર્ષ 2005માં સગીરા ઉપર થયેલા બલાત્કાર કેસમાં લાઉડસ્પીકરને લઈને ગંભીર ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, પીડિતાએ મદદ માટે બુમાબુમ કરી હતી પરંતુ લાઉડસ્પીકરના અવાજના લીધે તેને મદદ મળી ના હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે લાઉટસ્પીકરના વપરાશને લઈને નિર્દેશ કર્યાં હતા. એટલું જ નહીં તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટે પણ લાઉડસ્પીકરને લઈને ગંભીર નોંધ લીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી.