Site icon Revoi.in

ઓક્સિજનને લઈને શરૂ થયું રાજકારણઃ મધ્યપ્રદેશના CMએ કર્યાં ગંભીર આક્ષેપ

Social Share

અમદાવાદઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મોટાભાગની હોસ્પિટલો હાઉસ ફુલ થઈ ગઈ છે. એટલું જ નહીં દર્દીઓ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો ઓક્સિજનની સમસ્યાના નિરાકરણ માટે કામગીરી કરી રહી છે. ત્યારે હવે ઓક્સિજનને લઈને રાજકારણ ગરમાયું છે. મખ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કેટલાક રાજ્યોમાં ઓક્સિજન ટેન્કર રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ચૌહાણે ત્રણ ટવીટ કરીને ઓકસીજન ટેન્કર રોકવાને સૌથી મોટો અપરાધ ગણીને કામ ચલાવવાની માંગણી કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલાકરાજયો અમારા ઓકસીજન ટેન્કર રોકી રહ્યું છે. આ અંગે વડાપ્રધાન સુધી ફરિયાદ કરી છે. ઓક્સિજનને લઈને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કરેલા ટ્વીટને પગલે ખળભળાટ મચી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. હવે મોટાભાગની હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હજારો લોકો હોમ ક્વોરન્ટાઈન છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોએ ભારતને આ કપરા સમયમાં મદદ માટે તૈયારી દર્શાવી છે.