Site icon Revoi.in

અમદાવાદમાં પ્રદુષણ ઘટ્યુઃ એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટીને 135 ઉપર પહોંચ્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં પ્રદુષણમાં ઘટાડો થયાનું જાણવા મળે છે. શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટીને 135 ઉપર પહોંચ્યો હતો. જ્યારે પીરાણા અને ચાંદખેડા વિસ્તારમાં પ્રદુષણના સ્તરમાં વધારો થયો છે. દરમિયાન સેટેલાઈટમાં હવાનું પ્રદુષણ ઘટ્યું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર AQI ફોરકાસ્ટ કરતી સફર વેબસાઈટ પ્રમાણે અમદાવાદ શહેરમાં પ્રદૂષિત હવાના પ્રમાણ અંગે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 135 હોવાની સાથે એર ક્વોલિટી મધ્યમ હતી. જ્યારે પીરાણાનો AQI 179, ચાંદખેડામાં 177, રાયખડમાં 147, નવરંગપુરમાં 118, બોપલમાં 116, એરપોર્ટમાં 106 હતો. જેથી કહી શકાય કે હવામાં પ્રદૂષણનું પ્રમાણ મઘ્યમ હતું. જ્યારે સેટેલાઈટ વિસ્તારમાં માત્ર 87 AQI નોંધાયો હતો. એટલે કે સેટેલાઈટની હવા શુદ્ધ હતી.

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. પ્રદુષણને ઘટાડવા માટે અસરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ પેટ્રોલ-ડીઝલને બદલે ઈ-વાહનોને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.