Site icon Revoi.in

દિલ્હીમાં પ્રદુષણને લઈને ખાસ બેઠક –  આગલા આદેશ સુધી શાળા-કોલેજ બંધ, ટ્રકની એન્ટ્રી નિષેધ અને 50 ટકા કર્મીઓ જ જશે ઓફીસ

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દેશની રાજધાની દિલ્હી પ્રદુષમ મામલે મોખરે રહી છે, જેને લઈને સરકાર દ્વારાકડક પગલાઓ લેવામાં આવી રહ્યા છે, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનએ  આ મામલે વિતેલા દિવસને મંગળવારે રાત્રે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સંકટનો સામનો કરવા માટે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારોને શ્રેણીબદ્ધ સૂચનાઓ જારી કરી હતી. મંગળવારે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ સંકટ પર આપાતકાલીન બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં આપવામાં આવેલા નિર્દેશોનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારો આ સંબંધમાં 22 નવેમ્બરે અનુપાલન રિપોર્ટ દાખલ કરવાની તૈયારી દર્શાવે છે. સીએક્યૂએમ  દ્વારા જારી કરાયેલા નવ પેજના આ આદેશમાં, NCR સરકારો એટલે કે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ને સલાહ આપવામાં આવી છે કે તેઓ 21 નવેમ્બર સુધીમાં ઓછામાં ઓછા 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે.એટલે કે ઓફીસ માત્ર 50 ટકા કર્મીઓને જ મોકલવામાં આવશે.

આ બેઠકમાં શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવા ઉપરાંત, CAQM એ નિર્દેશ આપ્યો છે કે દિલ્હી-NCRમાં સરકારી કચેરીઓમાં ઓછામાં ઓછા 50 ટકા કર્મચારીઓને 21 નવેમ્બર સુધી ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવે. ખાનગી સંસ્થાઓને પણ તેનો અમલ કરવા પ્રોત્સાહિત કરવી જોઈએ જેથી કરીને વાહનોનું પ્રદૂષણ ઘટાડી શકાય.

આ સાથે જ દિલ્હી 21 નવેમ્બર સુધી દિલ્હીમાં આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતી ટ્રકો સિવાયની અન્ય ટ્રકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. બાંધકામ પ્રવૃત્તિઓ પર  પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અપવાદોને બાદ કરતાં, દિલ્હી-NCRમાં તમામ બાંધકામ અને  ડિમોલિશન પ્રવૃત્તિઓ 21 નવેમ્બર સુધી સ્થગિત રહેશે.