સાબરમતી નદીમાં પ્રદુષણઃ મેગા પાઈપલાઈનમાં ગેરકાયદે જોડાણ કરનારા એકમો સામે કાર્યવાહી થશે
અમદાવાદઃ ગુજરાતની મેસાસિટી અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણ મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને શોધી કાઢીને કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે સુઓમોટો જાહેરહિતની અરજી ઉપર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ કર્યો હતો કે, મેગાપાઈપલાનમાં ગેરકાયદે જોડાણ કરીને પ્રદુષિત પાણી ઓછનારા એકમોને ઓળખીને કાયદા પ્રમેણે કાર્યવાહી કરવ જીઈએ. દુષિત પાણીને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કરીને નદીમાં છોડવું જોઈએ જેથી પ્રદુષણ ઓછુ થાય, નદીમાં પ્રદુષણ ઘટાડવા માટે ચીફ સેક્રેટરીને પણ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના સંપર્કમાં રહીને સહકાર આપવા તાકીદ કરી છે. તમામ એસટીપીને વૈજ્ઞાનિક ધોરણે ચલાવો અને તેના પ્રદૂષિત પાણીને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કર્યા પછી જ નદીમાં છોડો. જેના લીધે, નદીનું તો રક્ષણ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણનું સ્તર વધ્યું છે.