લોકડાઉનમાં છૂટછાટ મળતા જ રાજધાનીમાં પ્રદુષણ વધ્યુ – હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં નોંધાઈ
- દિલ્હીની હવા બની દુષિત
- દિલ્હી એનસીઆરમાં પ્રદુષણ વધ્યું
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણ અનેક પાબંધિઓ સહીત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું , જો કે હવે કોરોનાના કેસોમાં રાહત મળતા અને સંક્રમણ ઓછુ જોવાતા ઘીરે ઘીરે અનેર રાજ્ય અનલોક તરફ વળી રહ્યા છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ લોકડાઉનમાં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે, એક બાજુ લોકડાઉન સમાપ્ત થતાની સાથે જ દિલ્હીમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ એનસીઆરની આબોહવા ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે.
છેલ્લા 24 કલાકમાં દિલ્હીની હવા ખૂબ જ ગંભીર શ્રેણીમાં નોંધાઈ છે,જે આવનારા 24 કવાકમાં પણ સુયગરે તેવી કોઈ સંભાવના નથી, માત્ર ગુરુગ્રામની હવા થોડે અંશે સારી ગુણવત્તામાં નોંધાઈ છે.
આ મામલે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જણાવ્યા પ્રમાણે વિતેલા દિવસને બુધવારના રોજ દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 305 નોંધાયું હતું. આ ઉપરાંત ફરીદાબાદમાં 280, ગાઝિયાબાદમાં 300, ગુરુગ્રામ 182, ગ્રેટર નોઇડા 338 અને નોઇડા 347 માં એક્યુઆઈ નોંધાઈ હતી.
પ્રાદેશિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનથી આવતા ધૂળવાળા પવન દિલ્હીના વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે. આ રાઉન્ડ આવનારા શુક્રવાર સુધી ચાલુ રહેશે. 12 જૂનની આસપાસ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, પ્રદૂષણનું સ્તર નીચે આવવાની સંભાવનાઓ છે.
તો બીજી તરફ રાજધાનીમાં ગરમીનો પ્રકોપ પણ જોવા મળે છે, દિલ્હીના લોકો હાલ સખ્ત ગરમી વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે. દુષિત વાતાવરણ અને વધુ પડતી ગરમીને કારણે બુધવારે લઘુત્તમ તાપમાન 30 ની સપાટીને વટાવી 31.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ચૂક્યું હતું હતું. જે આ સીઝનનુંસૌથી વધુ લઘુતમ તાપમાન ગણાયું છે
આ જ કારણ છે કે દિવસ તેમજ રાતના સમયે તાપને કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે, ગરમીનો પારો ઊઁચો જાય છે તો બીજી તરફ હવે હવેમાં પણ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. આવનારા 24 કલાકમાં પણ શુષ્ક વાતાવરણને કારણે, દિલ્હી-એનસીઆરના લોકોને ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના જોવા મળતી નથી.