Site icon Revoi.in

રાજધાનીમાં પ્રદુષણનો કહેર યથાવત: AQI 402 પર પહોંચ્યો,આગામી 24 કલાક વધુ ખતરનાક

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીની હવા સતત ચોથા દિવસે “ગંભીર” શ્રેણીમાં રહી હતી.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના દૈનિક બુલેટિન અનુસાર, રવિવારે સાંજે 4 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 402 પર પહોંચી ગયો હતો.છેલ્લા 24 કલાકમાં દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 405 રહ્યો. આ સાથે NCR ના શહેર ફરીદાબાદમાં પણ હવા ગંભીર સ્તરે રહી હતી. સોમવારથી પવનની ઝડપ વધવાથી આગામી દિવસોમાં સુધારો થવાની સંભાવના છે, જોકે આગામી 24 કલાકમાં પવન ગંભીરથી અત્યંત ખરાબ શ્રેણી સુધી પહોંચી શકે છે. જેના કારણે વાયુ પ્રદુષણ વધવાને કારણે સ્થિતિ વધુ વણસી શકે છે.

એર સ્ટાન્ડર્ડ એસોસિએશન SAFAR અનુસાર, છેલ્લા 24 કલાકમાં પંજાબમાં 19, હરિયાણામાં 28 અને ઉત્તર પ્રદેશમાં 257 જગ્યા પર પરાલી સળગાવવાની સૌથી વધુ ઘટનાઓ નોંધાઈ છે. આનાથી જનરેટ થયેલા પીએમ 2.5નો દિલ્હી-એનસીઆરના પ્રદૂષણમાં નજીવો હિસ્સો હતો. હવામાં PM10નું સ્તર સાડા ત્રણ ગણું એટલે કે 350 અને PM2.5નું સ્તર સાડા ત્રણ ગણું એટલે કે 211 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાયું છે.

સફરની આગાહી છે કે,બે દિવસ સુધી પવનની ઝડપ વધવાને કારણે પ્રદૂષણમાં ઘટાડો થઈ શકે છે. જોકે, આ રાહત માત્ર બે દિવસ માટે છે. 1 ડિસેમ્બરથી જ્યારે તાપમાનનો પારો ઘટશે અને પવનની ઝડપ ઘટશે ત્યારે પ્રદૂષણ વધશે.

SAFARના રિપોર્ટ અનુસાર 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીમાં 12565 પરાલી  સળગાવવાની ઘટનાઓ નોંધાઈ છે. આ કારણે પ્રદૂષણમાં પરાલીના ધુમાડાનો હિસ્સો માત્ર આઠ ટકા હતો, જ્યારે સ્થાનિક સ્તરે પ્રદૂષણ 69 ટકા હતું.