- જૂના વાહનો જશે ભંગારમાં
- દરેક જિલ્લામાં 3-4 સ્ક્રેપ સેન્ટર ખુલશે
- નીતિન ગડકરીની જાહેરાત
દિલ્હી :વધતા પ્રદૂષણના કારણે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. ત્યારે હવે તેને વધારે વેગવંતુ બનાવવા માટે સરકાર નવી તૈયારી કરી લીધી છે. જાણકારી અનુસાર નીતિન ગડકરીએ કહ્યું કે દરેક જિલ્લામાં 3-4 સ્ક્રેપ સેન્ટર ખુલશે, જૂના વાહનો ભંગારમાં જશે.
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે,સરકાર તાજેતરમાં રજૂ કરાયેલી રાષ્ટ્રીય વાહન સ્ક્રેપ નીતિ હેઠળ જૂના વાહનોને સ્ક્રેપમાં રૂપાંતરિત કર્યા પછી ખરીદેલા નવા વાહનો પર ટેક્સ સંબંધિત છૂટ આપવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
મારુતિ સુઝુકી ટોયોત્સુની જંક અને રિસાયક્લિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે આ વાત કહી હતી. સરકાર દ્વારા મંજૂર કરાયેલ આ પ્રકારનું આ પ્રથમ કેન્દ્ર છે.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ જણાવ્યું હતું કે, ‘સ્ક્રેપ પોલિસી કેન્દ્ર અને રાજ્યો બંનેની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) આવકમાં વધારો કરશે. હું નાણા મંત્રાલય સાથે ચર્ચા કરીશ કે કેવી રીતે નવા હેઠળ ટેક્સ સંબંધિત વધુ છૂટ આપી શકાય. નવી નીતિ હેઠળ, કેન્દ્રએ કહ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જૂના વાહનોને સ્ક્રેપમાં રૂપાંતરિત કર્યા પછી નવું વાહન ખરીદવા પર રોડ ટેક્સમાં 25 ટકા સુધીની છૂટ આપશે.
આ અંગે નીતિન ગડકરીએ જણાવ્યું કે,અંતિમ નિર્ણય નાણા મંત્રાલય અને GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે.’ 40,000 કરોડ રૂપિયા સુધીની આવક ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, ભંગારની નીતિ પ્રદૂષણને અંકુશમાં લેવા અને રોજગાર વધારવા માટે મહત્વપૂર્ણ છે.