અનેક પોષક તત્વોથી ભરપૂર દાડમના છે અઢળક ફાયદા
- દાડમ ખાવાના છે જબરદસ્ત ફાયદા
- અનેક પોષક તત્વોથી હોય છે ભરપૂર
- સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક
દાડમ એક ફળ છે.જે ખુબ જ ગુણકારી છે.જે આપણા શરીરમાં ઠંડક પહોંચાડે છે. દાડમ પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર ઉપરાંત તેમાં વિટામિન સી, વિટામિન બી 6 થી ભરપૂર છે.દાડમના બી એકદમ લાલ અને મીઠા હોય છે.દાડમ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. અનેક બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
દાડમની છાલનો પણ ઘણી રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી પાવડર, ટૂથપેસ્ટ, ટુથ પાઉડર વગેરે બનાવી શકાય છે. તેનો ઉપયોગ કપડાને કુદરતી રીતે કલર કરવામાં પણ થાય છે.
જો ઝાડામાં લોહી કે મ્યુક્સ પડતું હોય તો દાડમની છાલ અને ઇંદ્રજવની છાલ સરખા પ્રમાણમાં ભેળવી 10 ગ્રામ માત્રામાં 3 ગણા પાણીમાં ચોથા ભાગનું પ્રવાહી બાકી રહે તેટલું ઉકાળી, ઠંડુ કરી મધ સાથે દિવસમાં એકવાર આપવું.
છાતીમાં બળતરા થતી હોય તેવા રોગોને દાડમના રસમાં સાકર નાંખીને પીવડાવવાથી રાહત થશે. વધુ પડતી દવાઓ ખાવાની સાઈડ ઈફેક્ટને પગલે જીભમાં સ્વાદ બગડી ગયો હોય તો દાડમના દાણા સાથે કાળી દ્રાક્ષ અને સાકર ચાવીને ખાવાથી જીભની સ્વાદ પરખવાની ક્ષમતા પાછી આવે છે.
દાડમ ખાવાથી શરીરમાં લોહીની ઉણપને ઝડપથી દૂર કરે છે. અને શરીરમાં નેચરલી લોહીને વધારી શકાય છે. હ્ર્દય માટે પણ દાડમ ખુબ જ ફાયદાકારક છે. ગર્ભધારણની ક્ષમતા વધારવા માટે પણ દાડમનું સેવન કરી શકાય છે.