‘પોન્નિયિન સેલવાન’ ફિલ્મ નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા, મની લોન્ડરિંગ કેસમાં ઈડી કરી રહી છે તપાસ
- ‘પોન્નિયિન સેલવાન’ ફિલ્મ નિર્માતા મુશ્કેલીમાં
- ઈડી દ્મરારા ની લોન્ડરિંગ કેસમાં તપાસ
દિલ્હીઃ- દેશભરમાં સુરક્ષા તપાસ એજન્સીઓ એલર્ટ મોડ પર કાર્ય કરી રહી છે સતત મની લોન્ડરિંગ કેસ મામલે તપાસ કરી રહી છએ ત્યારે હવે આ શ્રેણીમાં ફઇલ્મ નિર્માતાનો પણ વારો આવી ગયો છે ,‘પોન્નિયિન સેલવાન’ ફિલ્મ નિર્માતા મુશ્કેલીમાં મૂકાયા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચેન્નાઈમાં LYCA પ્રોડક્શન્સના પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે. આ એજ કંપની છે કે જેણે ઘણી મોટી ફઇલ્કેમ બનાવી છે જેના બેનર હેઠળ પ્રખ્યાત ફિલ્મો ‘પોનીયિન સેલ્વન 1’ અને ‘પોનીયિન સેલવાન-2’ બનાવવામાં આવી છે.
જાણકારી અનુસાર સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રોડક્શન હાઉસ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યા બાદ રાજધાની ચેન્નાઈમાં લગભગ આઠ જગ્યાઓ પર તપાસ ચાલી રહી છે.લાઇકા પ્રોડક્શન્સને તમિલ મૂવીઝ બનાવવા માટે પણ શ્રેય આપવામાં આવે છે જેમાં કાથ્થી, એનાક્કુ ઇનોરુ પર ઇરુક્કુ, ખૈદી નંબર 150, યમન, ઇપ્પડાઇ વેલુમ, દિયા, કોલ્લામાવુ કોકિલા, ચેક્કા ચિવંથા વાનમ, વાડા ચેન્નાઇ વગેરેનો સમાવેશ થાય છે.આ સાથે જ લાઈકા પ્રોડક્શન્સે પણ પ્રથમ બોલિવૂડ ફિલ્મ રામ સેતુનું નિર્માણ કર્યું હતું જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી
ઉલ્લેખનીય છે કે ‘પોનીયિન સેલ્વન 1’ અભિનેત્રી ઐશ્વર્યા રાયે મહત્વની ભૂમિકા ભજવી હતી. લાંબા સમય બાદ ઐશ્વર્યા આ ફિલ્મ દ્વારા મોટા પડદા પર પરત ફરી છે. આ ફિલ્મની વાર્તા 10મી સદીના ચોલા સામ્રાજ્યના સત્તા સંઘર્ષ પર આધારિત છે. ત્યારે હવે આ ફિલ્મના નિર્માતાની મુશ્કેલી વધી છે.